________________
૨૭૨
સુરસુંદરી ચરિત્ર તેના કારણભૂત કર્મ તરફ લક્ષ્ય આપની જરૂર છે.
જેથી અન્ય ઉપર રાગદ્વેષ થાય નહીં અને પિતાના આત્માનું અકલ્યાણ પણ થાય નહીં.
હે ભદ્ર! શ્રીજિનેદ્રભગવાનની આજ્ઞા માની તું પિતાના કર્મનો ઉછેદ કરવામાં તત્પર થા અને તેમ કરવાથી તારા કર્મને વિલય થશે એટલે આવા દુઃખનો તું ભેગી થઈશ નહીં.
એ પ્રમાણે શ્રી કેવલી ભગવાનનું વચન સાંભળી તે ધનપતિ વણિક સમજી ગયો કે; આ સંસારવાસ પ્રાણુંએને દુઃખદાયક થાય છે.
મનુષ્ય ભવ પામીને આત્મ સાધનમાં ઉઘુક્ત થવું એજ માનવજાતિનું મુખ્ય કર્તવ્ય છે.
એમ પ્રતિબંધ પામી પોતે વિનયપૂર્વક કહેવા લાગે.
હે ભગવન્! હું આપની આજ્ઞા માગું છું કે, સંસારના ભયને ઉછેદ કરનારી એવી મુનિ દિક્ષા આપ. મને આપો.
ત્યારબાદ મુનિએ પણ તેને ભાવ જાણું તે જ વખતે તેને સર્વપાપરૂપ મળને દૂર કરવામાં પ્રબળ એવી. મુનિ દીક્ષા આપી.
શ્રમણદીક્ષા લીધા બાદ તે ધનપતિ મુનિ સર્વ સાધુ ગુણેમાં સારી રીતે પ્રવીણ થયા અને નિરવા