SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ -૨ ૩૮ સુરસુંદરી ચરિત્ર હે સુપ્રતિષ્ઠા ! આ પ્રમાણે પિતાને અભિપ્રાય જણાવી તે બાલા મારા કંઠને અવલંબીને બહુ દુઃખને - લીધે અત્યંત રૂદન કરવા લાગી ત્યારે મેં કહ્યું. હે સુંદરી ! આ અસાધારણ શોક તું શા માટે કરે છે? જે થયું તે ખરૂં અને હાલમાં જે થવાનું હશે તે થશે. તારે સમાગમ થયા સિવાય જે મારૂં મરણ થયું -હોત તે તે મને બહુ દુઃખદાયક થાત, પરંતુ તે સુંદરી! - હાલમાં મારૂં મરણ થશે તો પણ મને તે સંબંધી કંઈ પણ દુઃખ નથી. જેમ તારી સાથે અચિંતિત એવો આ મારે -સમાગમ થયે છે, તેમ કદાચિત અન્ય પણ શુભકાર્ય પ્રાપ્ત થાય. પ્રથમ ઈષ્ટ સિદ્ધિને માટે ઉપાય કરવું જોઈએ. પછી જે થવાનું હોય તે થાય, એમાં યાજકનો શો દોષ ? મૃત્યુશધ્યામાં પડેલા પ્રાણીઓને મરણ તે સ્વાભાવિક રીતે આધારભૂત હોય છે, છતાં પણ માંદગીમાં ઉપચાર કરવું જરૂર છે. વળી હે સુંદરી! તે નાવાહન વિદ્યાધરને જોઈને જ મેં આ કાર્ય કરવું છે. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, મને જે કંઈ ઉચિત લાગ્યું તે પ્રમાણે મેં - કર્યું છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy