SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૭ અરે ! અકસ્માતુ આવા અલૌકિક નગરની આવી સ્થિતિ શાથી થઈ હશે ? શું આ ઇદ્રજાલ હશે? ખરેખર ઉજજડ થયું હશે ? કોપાયમાન થયેલો કેઈક દેવ આ સ્થાનમાંથી સમગ્ર વસ્તિને શું અન્યત્ર હરી ગયો હશે ? કેઈના પણ ભયને લીધે આ નગરમાંથી સર્વ લેકે નાસી ગયા હશે ? એમ વિચાર કરતા તે ચિત્રગતિ નગરની અંદર આગળ પ્રવેશ કરે છે, તેટલામાં સન્મુખ આવતા એક પુરૂષ તેના જેવામાં આવ્યા; અને તેણે બહુ સત્કારપૂર્વક મધુર વાણી વડે આગંતુક પુરૂષને પૂછ્યું. હે ભદ્રમુખ ! આ ભવ્ય નગર અકસ્માત્ શાથી ‘ઉજ્જડ થયું છે ? તે પુરૂષ બલ્ય, હે મહાશય ! આપના પ્રશ્નનો જવાબ હું કહું છું, તે આપ સાંભળો. કનકપ્રભ વિદ્યાધરેંદ્ર પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી ગર્વિષ્ટ થયેલો, મહાપરાક્રમી અને વિદ્યાધરને અધિપતિ કનકપ્રભ નામે રાજા આ નગરનું પાલન કરે છે, આ વાત સુપ્રસિદ્ધ છે. તે વિદ્યારે પોતાના જયેષ્ઠબંધુ જવલન પ્રભની પાસેથી પિતાએ આપેલા રાજ્યને ખેંચી લઈ પોતાની સત્તા ચલાવી એટલું જ નહીં પરંતુ તેને રાજ્યમાંથી પણ
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy