________________
૨૦?
સુરસુંદરી ચરિત્ર એક યુવતિ
આવો મહા ભયંકર પ્રસંગ ચાલી રહ્યો છે તેવામાં, એક મને હરરથમાં બેઠેલી, નવીન યૌવનવયમાં રહેલી, અનેક પ્રકારનાં દિવ્ય વસ્ત્રાભરણેથી વિભૂષિત અને રૂપમાં રતિસમાન કેઈ પ્રમદા તે હાથીના પ્રસંગમાં આવી પડી.
તે હાથીને જોઈ તેણીના રથના ઉત્તમ જાતિના ઘોડાઓ ભડકીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા.
અનુક્રમે ઘોડાઓના ઉન્માદને લીધે રથ પણ ભાગી ગયે, તેમાં બેઠેલી યુવતિ પણ અચેતનની માફક ભૂમિ ઉપર પડી ગઈ.
નવીન શ્યામ કમલસમાન વિશાળ અને ચંચળ છે નેત્ર જેનાં એવી તે બીચારીના કર્ણનાં કુંડલો લમણાના આઘાતથી ભાગી ગયાં.
ઉત્તમ પ્રકારનાં સુગંધિત પુષ્પોથી નિયમિત કરેલો. કેશપાશ વિખરાઈ ગયો.
સુવર્ણની ઘુઘરીયાથી સુશોભિત એવી મનહર કટિમેખલા પણ વિચ્છિન્ન થઈ ગઈ.
ઓઢવાનું વસ્ત્ર ખસી જવાથી કંઠમાં પહેરેલા મુક્તાફલના હારને લીધે કંઈક સ્તનમંડળની મર્યાદા સચવાઈ રહી છે.
કેશપાશમાંથી કુસુમ વિખરાઈને સ્થાનભ્રષ્ટ થઈ ગયાં, બને હાથના બાજુ બંધ તુટી પડયા, કંકણ પૃથ્વી ઉપર પડી ગયાં.