SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૨૦૧ ચાલતાં ચાલતાં અનુક્રમે આ અટવીમાં હું આવી, તેટલામાં એકદમ કનકપ્રભ મારી નજરે પડ્યો. તેમજ તે પાપીની દષ્ટિ મારી ઉપર પડી કે તરત જ તેણે કહ્યું હે સુતનુ! હવે તું મારી સાથે સુખવિલાસ કર! એવું તેનું ક્રવાક્ય સાંભળતાં જ મને અત્યંત ક્રોધ વ્યાપી ગયે; અને મેં તેને બહુ ધિકકાર આપી કહ્યું રેઅધમ ! આવું અસભ્ય વચન બેલતાં તને બિલકુલ લજજા કેમ આવતી નથી ? આ પ્રમાણે બહુ નિષ્ફર એવાં મારાં વચન સાંભળી, તે પાપીએ અતિ ભયંકર પગ ઉગામીને કહ્યું તું મને ઈચ્છે છે કે કેમ? જે તું મને ન ઈચ્છતી હોય તે આ ખગ વડે હું તારા મસ્તકના બે વિભાગ કરીશ, એમ તેનું વચન સાંભળી બહુ ભયથી કંપતી ત્યાંથી નાઠી અને ધ્રુજતી ધ્રુજતી હું અહીં તારી પાસે આવી છું. હવે આ પાપીથી તું મારું રક્ષણ કર ! રક્ષણ કર ! અહો ! પ્રાણીઓને જીવન ઉપર કેટલી આસક્તિ હોય છે! આ દુનિયામાં વહાલામાં વહાલું કોણ છે? એમ તપાસ કરીએ તો માતા, પિતા, ભર્તા, પુત્ર અને સ્ત્રી એ બધાઓનો પ્રેમ પરસ્પર અધિક જોવામાં આવે છે. પરંતુ આ દુનિયામાં પ્રેમની બાબતે કેટલીક ઉપ- ચારથી કહેવામાં આવે છે. ખરો પ્રેમ તે પિતા પોતાની : જીવનદોરીમાં જ રહ્યો છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy