________________
‘૧૭૨
સુરસુંદરી ચરિત્ર પરંતુ હે દેવ! હાલમાં તે વચનાદિક સર્વે તે વૃથા કર્યા
એમ કહી તરતજ મેં મારા દેહને અધમુખે ત્યાં - લટકતો કર્યો.
પછી શરીરના ભારથી ગળાની અંદર રહેલો પાશ - સજજડ બેસી ગયો.
જેથી મારો કંઠ રૂંધાઈ ગયો. નાડીઓ ખેંચાવા લાગી. અંગમાં સર્વત્ર વેદનાઓ પ્રસરવા લાગી. નેત્રનું તેજ મંદ પડી ગયું. પવનને સંચાર બંધ પડવા લાગ્યા. હાથપગ વગેરે અવયવ અસ્તવ્યસ્ત થઈ ગયા. ઉદર પણ વાયુથી ભરાઈ ગયું. ઈન્દ્રિયોને વિષય બંધ પડી ગયે. અનુક્રમે તન્યશક્તિ બહુ ક્ષીણ થઈ ગઈ. એમ સર્વથા દુઃખોથી હું ઘેરાઈ ગયે.
ત્યાર બાદ સુપ્રતિષ્ઠ! ઇન્દ્રિયને વ્યાપાર બંધ પડવાથી બેભાન હાલતમાં હું પડ હતું, તેટલામાં કંઈક ચેતનામાં હોવાથી એક શબ્દ મારા સાંભળવામાં આવ્યો.
' હે ભદ્ર! કાયર પુરુષેએ આચરવા લાયક આવું સાહસકાર્ય કરવાને તું લાયક નથી. માટે સર્વથા આ -કાર્ય તારે નહીં કરવું જોઈએ.