________________
૧૪૨
સુરસુંદરી ચરિત્ર
વચન કેાઈ દિવસ મિથ્યા થાય નહીં; માટે તે કનકસાલા તમને જ પેાતાને વરવાની છે.
આ પ્રમાણે હે નાથ ! ખાસ કનકમાલાએ મારા સુખથી આપને કહેવરાવ્યું છે.
વળી વિશેષમાં તેણે કહ્યું છે કે, તમને મૂકીને અન્ય પુરૂષના હાથ મારા હસ્તકમલને આ જન્મમાં તેા અડક
વાના નથી.
જો તે દેવનું વચન સત્ય થશે, તા હું મારા પેાતાના પ્રાણને ધારણ કરીશ, અન્યથા મરણુ એજ મારૂ શરણુ છે. આ મારા સત્ય નિશ્ચય છે. કારણુ કે ઉત્તમજના પેાતાની પ્રતિજ્ઞાના ત્યાગ કરતા નથી.
“સમુદ્રમંથન કરતાં તેમાંથી કાલકૂટ વિષ નીકળ્યું. તેના કાઈ પણ ગ્રાહક ન મળ્યેા, ત્યારે શ કરે તેના સ્વીકાર કર્યો અને તે ત્યાજય છે, છતાં પણ હજી તેના તેમણે ત્યાગ કર્યાં નથી.
પેાતાના ખાસ પીઠભાગ ઉપર ધૂમ-કાચબાએ પૃથ્વીને ધારણ કરી છે. તે પણ તેના અસહ્ય ભારથી કટાળી તેના ત્યાગ કરતા નથી.
સમુદ્ર પણુ દુઃખે વહન કરી શકાય તેવા વડવાગ્નિને હમેશાં ધારણ કરે છે, પરંતુ તેના ત્યાગ કરતા નથી.
એનુ` કારણ માત્ર એટલું જ છે કે, સુજ્ઞ જના પેાતે સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી.