SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૯ અને નવાહનને કન્યા નહીં આપવાથી આપણને કેટલી હાનિ તથા કેટલે ગુણ છે, તેને હું વિચાર કર. આ કનકમાલા આપણને બહુ પ્રિય છે, તેમજ આપણે એને બહુ માનદષ્ટિથી જોઈએ છીએ. માટે આપણે એને આ વિષયમાં ગુણદોષ સમજાવીશું, એટલે તે આપણું વચન માન્ય કરશે. ગુરૂ અને વૃદ્ધજનેની આજ્ઞાથી જ કન્યા પોતે ભર્તાને મેળવી શકે છે. કારણ કે, સ્વયંવરાદિક પણ કુલ વૃદ્ધોની આજ્ઞા સિવાય થતાં નથી. નવાહન રાજકુમારને એણીએ જોયો નથી, ત્યાં સુધી જ એણીને અનુરાગ અન્ય પુરૂષ ઉપર ટકી રહ્યો છે. કામદેવના રૂપને જીતનાર તે કુમારને જોયા પછી એણીને સ્નેહ એની ઉપર જ થવાનું છે. એમાં કઈ પણ જાતને સંદેહ નથી. હે સુંદરી! હવે આપણે વિક૯૫ સંકલ્પ કરવાની કંઈ પણ જરૂર નથી. હે સુતનુ ! હવે કનકમાલાની પાસે જેમ બને તેમ તું જલદી જા ! અને યુક્તિપૂર્વક તેને તું સમજાવ, આ પ્રસંગ બનવાથી આપણને કાંઈ પણ દુઃખ નથી. આ પ્રમાણે અમિતગતિના કહેવાથી ચિત્રમાલા મને કહેવા લાગી, સેમલતે ! સ્વામીના કહેવા પ્રમાણે તું ત્યાં જલદી જ, અને તેમનું વચન સિદ્ધ
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy