________________
૧૧૨
સુરસુંદરી ચરિત્ર દષ્ટિ કરી કે, તરતજ તે કનકમાલા ભય અને હર્ષ વડે અપૂર્વ રસનો અનુભવ કરવા લાગી.
તેમજ તે યુવાનની દષ્ટિ માત્રથી રોમાંચિત થઈ તે પિતાને સૌભાગ્યવાળી માનતી અને પોતાના જીવિતને પણ. કતાર્થ માની વિવિધ વિકાસ કરવા લાગી.
ક્ષણમાં સખીઓને આલિંગન કરે છે, વળી ઉચ્ચ. સ્વરે આલાપ કરે છે, નિમિત્ત સિવાય હાસ્ય કરે છે, પગના અંગુઠાથી મહીતલને ખેતરે છે. વળી કેશપાશને સાંચ કરવા કરે છે.
એમ કેટલીએક કામવિકારની ચેષ્ટાઓ કરતી ક્ષણ માત્ર કડા કરીને મદન બાણથી પીડાયેલી તે અહીં આવી. છે અને આ પ્રમાણે અતિ શિથિલ બની ગઈ છે.
એ પ્રમાણે હંસિકાના કહેવાથી ફરીથી પણ મેં તેને પૂછયું, હે હંસિની! તે પુરૂષ કેણ હતા? પછી, તેણીએ સર્વ વૃત્તાંત મને કહ્યું બાદ પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાયો છે, એમ વિચાર કરી હું તેની પાસે ગઈ. કનકમાલાની વિરહ દશા
ત્યાં કનકમાલાને શયનમાં સુતેલી દીઠી. જેણીનું મુખકમલ ફીકકું પડી ગયું હતું. તેમજ મુખમાંથી અતિ ઉણ અને દીર્ઘ નિઃશ્વાસ વારંવાર નીકળતા હતા. જેથી શરીરની કાંતિ શુષ્કપ્રાય થઈ ગઈ હતી. તે પિતાના જીવિતને પણ બળાકારે ટકાવી રાખતી હતી.