________________
સુરસુંદરી ચરિત્ર પરસ્પર એકબીજાને કૌતુક બતાવતા મિત્ર સાથે હું ઈચ્છામુજબ ચારે તરફ ફરવા લાગ્યો.
કેઈક ઠેકાણે વિવિધ પ્રકારનું નૃત્ય કરતી અપ્સરાએના સમૂહને હું જેવા લાગ્યા. કેઈ સ્થળે શ્રી સર્વજ્ઞ ભગવાનના ચરિત્રને વર્ણન કરતા કવદ્રોના મંડળને દષ્ટિગોચર કરવા લાગ્યો.
કોઈક સ્થાને વીણા નાદસહિત મને હર ગીતધ્વનિ - સંભળાવા લાગ્યા. કેઈક સ્થાને રચેલા વિવિધ પ્રકારની આકૃતિવાળા બલિવિધાન દેખવામાં આવતા હતા.
કેઈક સ્થળે તરૂણ પુરૂષ વડે ગવાતા રાસ ધ્વનિ શ્રવણ ગોચર થયા અને કેાઈ સ્થળે દેવાંગનાઓનાં ગવાતાં ગીતેનો આનંદ લેવામાં આવ્યો. એમ પૂર્વાપર સ્થાનમાં કૌતક વડે મિત્રો સાથે કીડારસને અનુભવ કરતે હું ત્યાં ફરતો હતે. ભાનુવેગનું આગમન
તેટલામાં ભાનુવેગ નામે મારા મામાને પુત્ર મારી પાસે આવી આનંદપૂર્વક સ્વાગતાદિ કરીને કહેવા લાગે
ભાઈ !ઘણા કાલે આપનાં દર્શન થયાં. આપના પિતા ખુશીમાં છે ? મારી ફેઈ કનકવતી મજામાં છે?
ત્યારબાદ મેં કહ્યું, તે સર્વે ખુશી આનંદમાં છે. વળી વિશેષમાં મારે તમને કહેવાનું છે કે, જેમની તમે