________________
સુરસુંદરી ચરિત્ર
૮૯ વળી વસંત માસને પામીને સર્વ પ્રકારે પતિ અને લાલ બનેલા વનની અંદર –કેસુડાના વૃક્ષ રૂપી પિશાચે પ્રિયાના વિરહી એવા પથિક જનોને ભય આપવામાં બાકી • રાખતા નથી.
તેમજ વસંતની સહાય મેળવીને કામદેવરૂપી લુબ્ધક નિર્દયપણે પથિક જનોની સ્ત્રીઓને જોઈને વિપત્તિઓ આપતો હોયને શું ?
વળી વનની અંદર વિલાસ કરતી કેયલોના મધુર નાદવડે માંજરરૂપી મોટી દંતપંક્તિને પ્રકટ કરી આમ્રવૃક્ષની ડાળીઓ જાણે હાસ્ય કરતી હોયને શું ?
વસંતરૂપી લુબ્ધકે હણેલા પથિકના સમૂહને જોઈને નમ્ર મુખ કરી લતાએ કુસુમ રૂપી આંસુઓ વડે રૂદન કરતી હોય ને શું ?
દરેક સ્થાનમાં પડેલાં ઘણું કેસુડાંને પુપોના મિષ વડે, ગુંજારવ કરતા ભમરાઓના મિસિ મિસિ એવા શબ્દ કરતી મોટી ચિતાઓ પથિકનાં મુડદાંને જાણે બળતી હાયને શું ?
વળી જે વસંતમાસમાં ઝરણોના કિનારા ઉપર રહેલા વૃક્ષે પવનથી હાલતા જલની અંદર ડુબી ગયેલી શાખાઓ રૂપી હસ્તવડે પાંચ લોકોને જલાંજલિ આપતા હોય ને શું!
તેમજ જથાબંધ દેખાતાં કિશુકરૂપી કસુંબી વોથી વિભૂષિત અને ઉત્તમ મદનકુલ જેણીએ બાંધેલું છે અને