________________
૮૧
સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ મેં તેનું વચન માન્ય કરી, તેના કહ્યા પ્રમાણે આદરપૂર્વક સર્વ કાર્ય કર્યું. પછી તે મણિનું પાણી લઈ તે સર્પોને છાંટયું કે તરતજ તેઓ એકદમ નાસવા લાગ્યા, વળી ફરીથી પાણી છાંટયું કે તરત જ તેઓ સર્વે તીણ અગ્નિ જવાલાએથી બહુ તપી ગયેલા મીણના પીંડની માફક વિલય પામી ગયા.
ત્યારપછી તે દિવ્ય પુરૂષની સમગ્ર વેદના દૂર થઈ, એટલે તે ઉઠીને શીતલ તરૂવરની છાયામાં બેઠે થયે અને મારા સાથીઓએ પ્રથમથી જ તૈયાર કરેલી અને નવાંકુરથી આચ્છાદિત શય્યા ઉપર તે આરૂઢ થયો.
પછી તે પુરૂષે પ્રથમ મને પૂછયું કે, હે મહાશય ! તેમ કયાંથી આવ્યા? આપનું નામ શું ? કયા વિશુદ્ધ કુલમાં આપને જન્મ છે? આપના પિતાનું નામ શું?
હે ધનદેવ! આ પ્રમાણે મને જ્યારે તેણે પૂછયું, ત્યારે મેં આપને જે મારી પ્રવૃત્તિ પ્રથમ કહી હતી, તે તે સર્વ હકીક્ત મેં તેને કહી સંભળાવી. ઘેર આપત્તિ
ત્યાર બાદ મેં પણ તેને પૂછયું કે, હે ભદ્ર! આવી ઘોર આપત્તિમાં તને કેણે નાખ્યો છે ? તેમજ આનું કંઈ પણ કારણ હોવું જોઈએ ? વૃથા આવું કામ કઈ પણ કરે નહીં
આ પ્રમાણે મારું વચન સાંભળી તે બહુ શેક