________________
સુરસુંદરી ચરિત્ર
૭૫ હે પરોપકારી ! તમોએ જે પૂછયું કે, પાપિષ્ઠ લોકોને વસવા લાયક આ પલ્લીમાં તમારા સરખા ઉત્તમ. પુરૂષોને રહેવાનું શું કારણ?
તેને જવાબ મેં સંક્ષેપમાં તમને કહ્ય; વળી ધનદેવ! બહુ નેહને લીધે આપની આગળ આ સર્વ ગુપ્ત વૃત્તાંત પણ મેં જણાવ્યું. ધનદેવ
તે સાંભળી ચકિત થઈ ધનદેવ બે , અહો !' પિતા પણ પુત્રોનું આવું અપમાન કરે છે ! સંસારવાસને. ધિક્કાર છે.
આ સંસારમાં જે માણસ કાર્યને લીધે મિત્રની. માફક બહુ પ્રિય થઈ પડે છે, તેને તે જ માણસ કેઈ કાર્યને લીધે શત્રુની માફક દ્વેષી પણ થઈ પડે છે.
વસ્તુતઃ ખરું જોતાં આ લેકની અંદર મિત્ર કે શત્ર કેઈ પણ છે નહીં. માતા અને પિતા પણ આ દુનિયામાં કથન માત્ર છે.
દરેક સંબંધીઓ પણ કાર્યવશથી મળી આવે છે, કાર્ય સર્યું એટલે અમે અને તમે કેશુ? એવી આ: સંસારની પરિસ્થિતિ જોવામાં આવે છે.
પિતાના તરફથી પોતાના મનોરથ સિદ્ધ થાય એટલે તે પુત્ર વિનયવંત છતાં પણ પિતાને વૈરી સમાન થઈ પડે છે. આવા સંસારવાસને ધિક્કાર છે.