________________
૩૮
સુરસુંદરી ચરિત્ર એમ કહી ધનદેવ એકદમ નેત્રોમાંથી અશ્રુધારા વરસાવત, આ બાબતમાંથી મને મુક્ત કરે, અર્થાત્ રજા આપો એમ કહી માતાના પગમાં પડો. વિદેશગમન :
ત્યાર બાદ ધનધમ શ્રેષ્ઠી તેનું છેવટનું કારણ જાણી કહેવા લાગે,
હે પુત્ર! તારા વાંછિત કાર્યમાં વિદન કેણ કરે? હું કંઈ પણ કહી શકતો નથી.
વળી ના કહેવાથી પુત્રનું અપમાન થાય, એમ સમજી પિતાએ તેની માતાને પુત્ર વિયેગને નહીં ઈચ્છતી. હતી, છતાં પણ બલાત્કારે સમજાવીને સ્થિર કરી.
આ પ્રમાણે માતા-પિતાની આજ્ઞા લઈ, તે ધનદેવ દેશાંતર જવામાં ઉપયોગી એવાં ચાર પ્રકાર (ગણિમ, ધરિમ, મેય અને પારિછેદ્ય)નાં કરીયાણાં લીધાં, માંગલિક માટે જિન મંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા. સાધુજનની પૂજા કરી. માનવંત પુરુષને સત્કાર કર્યો.
પછી સમગ્ર નગરની અંદર ઉદ્દઘષણ કરાવી. નગરના સર્વ લોકે મેટા ઉત્સાહથી એકઠા થયા. નેમિત્તિકે બતાવેલા શુભ દિવસે માંગલિક ઉપચાર કર્યા બાદ પિતાના આપ્તવર્ગ, બંધુ અને વણિક જન સહિત પોતે શુભ શકુન ગ્રહણ કરી કુશાગ્રનગરને ઉદ્દેશી પિતાના નગરથી પ્રયાણ કર્યું.