________________
સુરસુંદરી ચરિત્ર
૧૫ ત્રિવર્ગ ધર્મ, અર્થ અને કામ વડે સારભૂત એવી રાજ્ય લક્ષમીને સારી રીતે અનુભવ કરતા તે રાજાના દિવસો દેવલોકમાં ઈન્દ્રની માફક સુખેથી વ્યતીત થાય છે.
ચિત્રકાર ચિત્રસેન
કેઈ એક દિવસે તે અમરકેતુ રાજ સભામાં બેઠે હતે. તેવામાં મસ્તકે હાથ જોડી બધુલ નામે પ્રતિહારીદ્વારપાલ ત્યાં આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યો કે,
હે નરેન્દ્ર! ચિત્રકલામાં બહુ કુશળ એ ચિત્રસેન નામે ચિત્રકાર કુશાગ્રપુર નગરથી અહીં આવેલ છે અને હાલમાં તે આપના દર્શન માટે દ્વારમાં ઉભો છે. એનું હૃદય આપના ચરણકમલનું ધ્યાન કરતું હોય તેમ દેખાય છે. કારણ કે અંદર પ્રવેશ કરવા માટે તે ઘણે જ આતુર થઈ રહ્યો છે, એમ છતાં જેવી આપની આજ્ઞા.
તે સાંભળી તરત જ રાજાએ હુકમ કર્યો, જલદી પ્રવેશ કરાવે. દ્વારપાલે તરત જ તેને વિધિપૂર્વક રાજ સભામાં પ્રવેશ કરાવ્યા.
ચિત્રકાર વિનયપૂર્વક રાજાની આગળ જઈ પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠો. - અમરકેતુ રાજા બોલ્યો, હે ભદ્ર! તું ક્યાંથી આવ્યો છે? તેમજ અહીં મારી પાસે તું શા માટે આવ્યો છે?