SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સુરસુંદરી ચરિત્ર જે નગરની અંદર પ્રિયવાદી લેકે નિવાસ કરે છે. વિરુદ્ધવાદ સ્વપ્નમાં પણ જેમને સ્મૃતિગોચર થતો નથી. ધર્મારાધનમાં જ કેવલ ઈચ્છાવાળા, દાક્ષિણ્ય, દાન અને ભોગ વડે સંપન્ન, તેમજ તેમનું દરેક કલામાં બહુ કુશળપણું વર્તે છે. જે નગરની અંદર અનેક કાર્યોને લીધે ગમનાગમન - કરતા ઘણું જનસમાજને લીધે વિશાલ એવા પણ રાજમાર્ગ બહુ સંકુચિત થઈ જાય છે, જેથી લોકોને સંચાર પણ ઝડપથી થઈ શકતો નથી. વળી જે નગરમાં કરડે ધ્વજપતાકાઓના વિસ્તારથી સઘળા આકાશ માર્ગ એવા તો આચ્છાદિત થઈ જાય છે કે ગ્રીષ્મકાલમાં પણ કે સૂર્યના તાપને જાણી શકતા નથી. તેમજ જે નગરવાસી લોક ગૃહની ભીતિમાં જડેલા અનેક મણીઓની કાંતિને લીધે નિરંતર અંધકારને. અભાવ હોવાથી ગયેલી રાત્રીઓને પણ જાણતા નથી. જે નગરનું અપૂર્વ સૌંદર્ય જોવા માટે હૃદયમાં કૌતુકને ધારણ કરતા ત્યાં આવેલા દેવ એકાગ્ર દૃષ્ટિએ. જેવાથી અનિમેષપણાને પામ્યા હોય ને શું? તેમ દેખાય છે. અતિ સ્વચ્છ અને વેત કાંતિવાળા ઘરની ઉપર સ્થાપના કરેલી અને પવનથી કંપતી એવી ધ્વજાએ સૂર્યના સારથિ-અરૂણને બહુ દૂર ગમન કરવા માટે સંકેત કરતી. હેય ને શું? એમ ફરકે છે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy