________________
૩૬૦
સમજ્યા નહીં, ત્યારે પિલા મિત્ર દેવતાએ તાજી લીલી દ્રો (દૂવાં) લાવી તરત વિકુલા ગાયનાં મુડદાંના મુખમાં નાંખી. તે જેઈ બલભદ્ર બોલ્યા, “અરે ! તું મને મૂઢ પુરૂષ લાગે છે. શું આ મરેલી ગાય આવી લીલી દ્રો (ધ્રુવ ચરે?” દેવતાઓ હસીને કહ્યું, “તમે આ મૃત્યુ પામેલા કૃષ્ણને કેમ જલપાન કરાવે છે ? આ તમે પોતે જ એવું કામ કરતાં મને ઉપદેશ કેમ આપે છે ? જે બીજાઓને ઉપદેશ આપવામાં કુશળ હોય છે, તેઓ પોતે ઉપદેશ લેવામાં જડ હોય છે. આ નીતિનું દૃષ્ટાંત તમે પોતે જ સાચું કરી બતાવે છે. દેવતાનાં આવાં વચન સાંભળી બલભદ્ર ચિત્તમાં વિચાર્યું, “શું આ મારે બંધુ મૃત્યુ પામે છે? વખતે તે કદાચ સાચું હોય, કારણ કે, ઘણુઓ જુદા જુદા એક જ વાક્ય કહે છે.” આ પ્રમાણે
જ્યારે બલદેવને સંશયવાલા જોયા એટલે તે દેવતા સિદ્ધાર્થનું રૂપ લઈ આગળ આવી ઉભો રહ્યો અને તેણે બલભદ્રના ચરણમાં વંદના કરી. તે બે , “સ્વામી, હું તમારે ભક્તિમાન સિદ્ધાર્થ નામે સારથિ છું. તમારી આજ્ઞાથી દીક્ષા લઈ મૃત્યુ પામીને હું દેવતા થયા છું. તમારું વચન સ્મરણ કરી તેમને પ્રતિબોધ આપવાને હું અહીં આવ્યો છું. દેવતાઓ મિથ્યાભાષી થતા નથી. શ્રી નેમિપ્રભુએ સભાને વિષે કહ્યું હતું કે, કૃષ્ણને વધુ જરાકુમારથી થવાનો છે, તે વાત કદી પણું મિથ્યા ન થાય. તીર્થંકરનું વચન અન્યથા થતું નથી. હે બલભદ્ર, તમે કૃષ્ણને મૂકીને જળ લેવાને ગયા, તે પછી કૃષ્ણને નિદ્રા આવી ગઈ. તે મુખ ઉપર પીતાંબર ઓઢી સુઈ ગયા. તે વખતે જરાકુમાર આવ્યો.