________________
द्वादश सर्ग: શ્રી નેમિનાથના વિવાહ, દક્ષા, કેવલજ્ઞાન
અને તીર્થસ્થાપન એક વખતે દેવના જેવા સ્વરૂપવાલા શ્રી નેમિનાથ ભગવાન કુમારની સાથે એગ્ય કીડા કરતા આયુધશાળામાં ગયા. ત્યાં તેજના અને લક્ષ્મીના સ્થાન રૂપ પોતાના ભાઈ કૃષ્ણનું સુદર્શન નામનું ચક જોવામાં આવ્યું તેની બાજુમાં કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્ર જે પાંચજન્ય નામને શંખ, શેષનાગના શરીરના જેવું વિસ્તારવાળું શાંગ ધનુષ્ય, કૌમુદકી ગદા અને નંદક નામનું ખડગ તે બધાં જોવામાં આવ્યાં. નેમિનાથે તે આયુને લેવાની ઈચ્છા કરી એટલે તેના રક્ષકે પ્રભુને નમન કરી અટકાવતાં જણાવ્યું કે, સ્વામી, આ હથીઆરે કૃષ્ણ વાસુદેવને જ યોગ્ય છે, બીજાને નથી, કારણ, તે કૃષ્ણ જ મહા બળવાન છે અને શસ્ત્રો પણ તેવાં જ છે. તે નિર્દોષ સ્વામી, આ હથીઆર લેતાં તમને પગમાં ઘાત થવા વગેરે વિકિયા ન થાઓ અને હું યાદવ પતિ કૃષ્ણના ઠપકાને પાત્ર ન થાઉં, માટે આપ આ હથીઓ પાસેથી નિવૃત્ત થાઓ. કેઈ બીજી કીડા કરે. તે સેવકનાં આવાં વચને સાંભળી નેમિ પ્રભુ તેના મનને સ્થિર કરવાને તે આયુધ પાસેથી નિવૃત્ત થયા પણ તેમણે સેવકને કહ્યું કે, “આ શખ તે હથીઆર નથી.” એમ કહી પ્રભુએ તે શંખ હાથમાં લીધું અને રાતા કમલ ઉપર હંસની જેમ તેને પિતાના હોઠ ઉપર વિશ્રાંત કર્યો. પછી