SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૧ ૪૬૭ ટીકા - तस्यात्मनः ‘स्वभावोपमर्देऽपि' सति जन्मादिभावविगमेन 'तत्तत्स्वाभाव्ययोगतः'-तस्य तत्स्वाभाव्यं तेन योगात्, तथाहि-तस्येत्थम्भूत एव स्वभावो येन स एव तथा भवतीति, ततश्च 'तस्यैव हि तथाभावात्' जन्मादित्यागतो जन्माद्यतीतत्वेन भावात् किमित्याह 'तददोषत्वसङ्गतिः'-दोषवत एवाऽदोषत्वप्राप्तिरित्यर्थः ।।१९१ ।। ટીકાર્ય : તસ્થાત્મિનઃ ..... વાડોષત્વ પ્રાપ્તિરિત્યર્થ | જન્માદિભાવના વિગમનને કારણે તેના=આત્માના, સ્વભાવનો નાશ હોતે છતે પણ, તતસ્વાભાવ્યના યોગથી તેને અર્થાત્ આત્માને તસ્વભાવપણાથી યોગ હોવાને કારણે, તેનો જ તથાભાવ હોવાથી, તદ્ અદોષત્વની સંગતિ છે, એમ શ્લોકના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. તત્તત્ત્વાકાવ્યો તિ:ો અર્થ ‘તથાદિ' થી બતાવે છે. તેનો=આત્માનો, આવા પ્રકારનો જ સ્વભાવ છે=જન્માદિભાવનું વિગમન થાય તો જન્માદિભાવરહિત એવા સ્વભાવરૂપે થાય એવો જ સ્વભાવ છે, જે કારણથી તે જ=પૂર્વમાં જન્માદિભાવવાળો હતો તે જ, તથા=તે પ્રકારે=જન્માદિઅભાવ પ્રકારે, થાય છે. ત્તિ' શબ્દ તત્તત્ત્વમવ્યિકતિ ના અર્થની સમાપ્તિમાં છે. તતડ્યું - અને તે કારણે=આત્માને તસ્વભાવપણાથી યોગ હોવાને કારણે, તેનો જ તથાભાવ હોવાથી=જન્માદિના ત્યાગથી જન્માદિના અતીતપણારૂપે સદ્ભાવ હોવાથી, શું પ્રાપ્ત થાય છે ? એથી કહે છે – તદ્ અદોષત્વની સંગતિ છે=દોષવાળાને જ અદોષત્વની પ્રાપ્તિ છે, એ પ્રકારે અર્થ છે. ૧૯૧ ભાવાર્થ : શ્લોક-૧૯૦માં બતાવ્યું કે સંસાર અવસ્થામાં દોષવાળા આત્માને સાધનાથી મુક્તિ મળે છે ત્યારે અદોષપણાની પ્રાપ્તિ થાય છે. તે જ વસ્તુ યુક્તિથી સ્પષ્ટ કરે છે – આઠમી દૃષ્ટિવાળા યોગી જ્યારે નિર્વાણને પામે છે ત્યારે જન્માદિભાવનું વિગમન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારઅવસ્થામાં તે યોગીના આત્માનો જન્માદિભાવરૂપ સ્વભાવ હતો તેનો નાશ થયો, અને જન્માદિઅભાવરૂપ સ્વભાવનો યોગ થયો; કેમ કે આત્માનો આવો જ સ્વભાવ છે કે સાધના કરે તો જન્માદિનો અભાવ થાય, અને તે આત્મા જન્માદિઅભાવના ભાવવાળો થાય. આનાથી એ પ્રાપ્ત થયું કે તે યોગીનો આત્મા જ જન્માદિભાવના ત્યાગથી સિદ્ધ થયેલો છે. તેથી પૂર્વમાં દોષવાળા એવા તેમના આત્માને જ અદોષપણાની પ્રાપ્તિ થઈ.
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy