SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૯-૧૯૦ જીવ અનાદિકાળથી કર્મ સાથે કથંચિત્ એકમેકભાવને પામેલો છે, અને તે કર્મોના ઉદયથી જીવને મોહનો પરિણામ થાય છે, જે ભાવકર્મરૂપ છે; અને તે ભાવકર્મથી ફરી દ્રવ્યકર્મનું આગમન થાય છે, અને તેથી આ સંસારચક્ર ચાલે છે. આ ભવવ્યાધિ ઉપચરિત કેમ નથી ? તેમાં યુક્તિ બતાવે છે - સર્વ પ્રાણીઓને જન્માદિ કાર્યરૂપે ભવવ્યાધિ અનુભવસિદ્ધ છે. આશય એ છે કે બધાને જે અનુભવસિદ્ધ હોય તે ઉપરિત હોઈ શકે નહિ. જેમ શક્તિમાં કોઈકને રજતનો ભ્રમ થાય ત્યારે તેના બોધને ઉપચરિત કહી શકાય; પરંતુ રજત બધાને રજતરૂપે દેખાતું હોય, છતાં આ રજત વાસ્તવિક નથી, તેમ કહી શકાય નહિ; તે રીતે સર્વ જીવોને યાવત્ તિર્યંચોને પણ જન્મ-મૃત્યુ આદિ કાર્યરૂપે ભવવ્યાધિ અનુભવસિદ્ધ છે. માટે ઉપરિત છે તેમ કહી શકાય નહિ. આનાથી એ ફલિત થયું કે સાધના પૂર્વે જીવ અવ્યાધિવાળો નથી, પરંતુ વ્યાધિવાળો છે, અને તે વ્યાધિ પણ નિરુપચરિત છે. તેથી આત્મા નિત્યમુક્ત નથી, પરંતુ વ્યાધિમુક્ત પુરુષ જે પ્રકારનો છે, તે પ્રકારે સાધના કરીને આ મહાત્મા ભવવ્યાધિથી મુક્ત બને છે. એ પ્રમાણે શ્લોક-૧૮૭ સાથે સંબંધ છે. ‘તથાનુમવસિદ્ધત્વાત્’ ને સ્પષ્ટ કરવા માટે ટીકામાં ‘નન્માદ્યનુમાવેન’ બતાવેલ છે, અને કોઈક પ્રતમાં ‘નન્માદ્યનુમવેન’ એ પ્રમાણે પણ પાઠ છે. તેમાં ‘નન્નાદ્યનુમાવેન' લઈને અર્થ કરીએ ત્યારે તથા=તે રૂપે=‘જન્માદિ કાર્યરૂપે' અર્થ કરવો. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પ્રાણીઓને ‘જન્માદિ કાર્યરૂપે' અનુભવસિદ્ધ છે; અને ‘નન્માદ્યનુમાવેન’ ને બદલે ‘નન્માદ્યનુમવેન' ગ્રહણ કરીને અર્થ કરવો હોય તો તથાનુમત્ર નો અર્થ ‘જન્માદિ અનુભવ' કરવો. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પ્રાણીઓને જન્માદિ અનુભવરૂપે સિદ્ધ છે. II૧૮૯Īા અવતરણિકા : શ્લોક-૧૮૯માં યુક્તિથી સ્થાપન કર્યું કે ભવવ્યાધિ નિરુપચરિત છે. હવે આ ભવવ્યાધિથી મુક્ત થયેલો આત્મા નિરુપચરિત મુક્ત છે, તે બતાવવા માટે કહે છે શ્લોક : = एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसङ्गतेः ।।१९०।। અન્વયાર્થ : T=અને તમ્બુવન્ત મુજ્ઞોઽપિ=આનાથી મુક્ત એવો મુક્ત પણ=ભવવ્યાધિથી મુક્ત એવો મુક્ત પણ મુખ્ય ડ્વોપપદ્યતે=મુખ્ય જ ઘટે છે. ખન્માવિવોષવિામાત્તોષત્વસન્તે:=કેમ કે જન્માદિ દોષના વિગમનને કારણે તેના અદોષત્વની સંગતિ છે=કેમ કે જન્માદિ દોષના વિગમનને કારણે દોષવાનના અદોષત્વની સંગતિ છે. ।।૧૯૦૫
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy