SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૮૮ અવતરણિકા : अमुमेवार्थं स्पष्टयत्राह - અવતરણિતાર્થ : આ જ અર્થતંત્રપૂર્વશ્લોક-૧૮૭માં કહ્યું કે નિર્વાણ પામ્યા પૂર્વે અવ્યાધિવાળા નથી, પરંતુ વ્યાધિવાળા છે, એ જ અર્થને, સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – શ્લોક - भव एव महाव्याधिर्जन्ममृत्युविकारवान् । विचित्रमोहजननस्तीव्ररागादिवेदनः ।।१८८।। અન્વયાર્થ : નમૃત્યુવારવા વિચિત્રમોદનનનસ્વીરા વિવેન: બવ વિકજન્મ અને મૃત્યુના વિકારવાળો, વિચિત્ર મોહને પેદા કરનાર, તીવ્ર રાગાદિની વેદનાવાળો સંસાર જ મહાવ્યાધિ=મહાવ્યાધિ છે. II૧૮૮ શ્લોકાર્ય : જન્મ અને મૃત્યુના વિકારવાળો, વિચિત્ર મોહને પેદા કરનાર તીવ્ર રાગાદિની વેદનાવાળો સંસાર જ મહાવ્યાધિ છે. ૧૮૮II. ટીકા : 'भव:' संसार, 'एव महाव्याधिः', किंविशिष्ट इत्याह-'जन्ममृत्युविकारवान्' जरायुपलक्षणमेतत्, विचित्रमोहजननो मिथ्यात्वोदयभावेन, तीव्ररागादिवेदनः स्त्र्याद्यभिष्वङ्गभावेन ।।१८८।। ટીકાર્ય : ભવ:'=સંસાર, ... સાવિમાન || ભવ=સંસાર જ મહાવ્યાધિ છે. કેવા વિશેષણથી વિશિષ્ટ ભવ છે? એથી કહે છે – જન્મ અને મૃત્યુના વિકારવાળો ભવ છે. આ જન્મ અને મૃત્યુના વિકારવાળો ભવ છે એ કથન, જરાદિ ઉપલક્ષણવાળું છે. આદિ પદથી શારીરિક રોગનું ગ્રહણ કરવું. વળી તે ભવ કેવો છે ? તે બતાવે છે – મિથ્યાત્વના ઉદયના ભાવને કારણે વિચિત્ર મોહને પેદા કરનાર છે જુદા જુદા પ્રકારના વિપર્યાસને પેદા કરનાર છે, વળી સ્ત્રી આદિમાં રાગભાવ હોવાને કારણે તીવ્ર રાગાદિ વેદતાવાળો છે. આદિ પદથી ઠેષનું ગ્રહણ કરવું. ૧૮૮૫
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy