SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૩-૧૮૪ પડે છે, તેમ સિદ્ધ અવસ્થામાં શીતલ સ્વભાવમાં સ્થાપન ક૨વા સિદ્ધના જીવોને યત્ન કરવો પડતો નથી, માટે આત્મા શીતલ સ્વભાવમાં સ્થાપનીય નથી; અને જેમ ચંદ્રમાં ચંદ્રિકા રહેલી છે, તેમ જીવમાં કેવળજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોના પરિણામો રહેલા છે; અને જેમ વાદળના આવરણને કારણે ચંદ્રની જ્યોત્સ્ના આવૃત થાય છે, તેમ જ્ઞાનાવરણ કર્મના કારણે જીવનું વિજ્ઞાન આવૃત થાય છે. આ પ્રકારે જીવની શુદ્ધાશુદ્ધ અવસ્થા બતાવીને ગ્રંથકારને એ બતાવવું છે કે જીવમાં કેવળજ્ઞાન સ્વાભાવિક રહેલું છે. ધર્મસંન્યાસવ્યાપારથી જીવ તેને પ્રાપ્ત કરે છે, અને તે ધર્મસંન્યાસનો વ્યાપાર જ્ઞાનના આવરણને ખસેડવાનું કામ કરે છે, પરંતુ તે વ્યાપારથી જીવ પોતાના ભાવમાં સ્થાપનીય નથી. વસ્તુતઃ જીવ પોતાની પ્રકૃતિથી પોતાના ભાવમાં રહેલો છે, અને જીવના પ્રયત્નથી જ્ઞાનનું આવરણ ખસે છે, માટે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. II૧૮૩II અવતરણિકા :प्रकृतयोजन - અવતરણિકાર્ય : એ પ્રકૃતના યોજનને=શ્ર્લોક-૧૮૨માં કહ્યું કે ધર્મસંન્યાસથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રકૃતના શ્લોક-૧૮૩ના કથન સાથે યોજનને, કહે છે – ભાવાર્થ : શ્લોક-૧૮૨માં કહ્યું કે ધર્મસંન્યાસથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે વસ્તુના નિર્ણય માટે સિંહાવલોકિત ન્યાયથી શ્લોક-૧૮૩માં બતાવ્યું કે જીવ ચંદ્ર જેવો છે, વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે અને જ્ઞાનનું આવરણ વાદળા જેવું છે. આ કથનને, ધર્મસંન્યાસથી કેવળજ્ઞાન કઈ રીતે થાય છે, તે રૂપ પ્રકૃત સાથે યોજનને કહે છે – શ્લોક ઃ घातिकर्माभ्रकल्पं तदुक्तयोगाऽनिलाऽऽहतेः । यदाऽपैति तदा श्रीमान् जायते ज्ञानकेवली । । १८४ ।। રૂપ અન્વયાર્થ: ૩ક્તયોગઽનિનાડઽ તે =ઉક્ત યોગરૂપી પવનના ઘાતથી=શ્ર્લોક-૧૮૧-૧૮૨માં કહેવાયેલા ધર્મસંન્યાસયોગ સ્વરૂપ પવનના ઝપાટાથી અમ્રજ્યં તવ્ યાતિર્મ=અભ્ર જેવું તે ઘાતિકર્મ=પૂર્વશ્લોક૧૮૩માં વર્ણન કર્યું તે અભ્ર જેવું આવરણ, યવા=જ્યારે અપેતિ=દૂર થાય છે, તવ=ત્યારે શ્રીમાન્= શ્રીમાન્ એવા આ યોગી જ્ઞાનવત્તી=સર્વજ્ઞ નાવર્ત=થાય છે. ।।૧૮૪।। શ્લોકાર્થ : શ્લોક-૧૮૧-૧૮૨માં કહેવાયેલા ધર્મસંન્યાસયોગ સ્વરૂપ પવનના ઝપાટાથી પૂર્વશ્લોક-૧૮૩માં વર્ણન કર્યું તે ઘાતિકર્મ, જ્યારે દૂર થાય છે, ત્યારે શ્રીમાન એવા આ યોગી સર્વજ્ઞ થાય છે. ।।૧૮૪।।
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy