________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૯-૧૮૦
૪૪૭ ભાવાર્થ :
આઠમી દૃષ્ટિવાળા યોગીઓ સહજ સમાધિમાં રહેલા હોવાને કારણે તેઓને સમતાની વૃદ્ધિ માટે કોઈ આચારો સેવવાના હોતા નથી, તેથી આઠમી દૃષ્ટિવાળા યોગી નિરાચારપદવાળા કહ્યા છે અર્થાત્ નિરાચાર સ્થાનવાળા કહ્યા છે.
વળી સમ્યગુ ક્રિયાઓ દ્વારા નિષ્પન્ન થયેલા આ યોગીઓ ધ્યાનમાં યત્ન કરે છે. તે ધ્યાનની શ્રેષ્ઠ અવસ્થા સમાધિ છે, અને ક્રિયાના કે ધ્યાનના ખેદાદિ જે આઠ દોષો છે, તે સર્વ દોષો આ દૃષ્ટિમાં ગયેલા હોવાથી સંપૂર્ણ અતિચારથી રહિત ધ્યાનવિશેષમાં અર્થાત્ સમાધિમાં યત્નવાળા યોગીઓ આઠમી દૃષ્ટિમાં હોય છે.
આઠમી દષ્ટિવાળા યોગી નિરાચારપદવાળા કેમ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે : જેમ પર્વત ઉપર આરૂઢ થયેલો હોય તેને આરોહણની પ્રવૃત્તિ હોતી નથી, પરંતુ જે આરૂઢ થયો નથી તેને જ આરોહણની પ્રવૃત્તિ હોય છે; તેમ આઠમી દૃષ્ટિ પૂર્વેના યોગીઓ યોગ ઉપર આરૂઢ થવા માટે પોતપોતાની ભૂમિકા પ્રમાણે આચાર સેવીને ઉપર ઉપરની ભૂમિકામાં જવા માટે યત્ન કરે છે; જ્યારે આઠમી દૃષ્ટિ યોગની પરાભૂમિકા છે, તેથી જ તેનું નામ પાદૃષ્ટિ છે. માટે આઠમી દૃષ્ટિવાળા યોગી યોગની પરાભૂમિકા પર આરૂઢ થયેલા છે, તેથી આરોહણને અનુકૂળ કોઈ બાહ્ય પ્રવૃત્તિ તેઓ કરતા નથી; કેમ કે બાહ્ય આચારોથી જીતવા યોગ્ય તેમને કોઈ કર્મ નથી, તોપણ સમાધિમાં રહીને જીતવા યોગ્ય કર્મ તેઓને છે, અને તે કર્મ સમાધિના બળથી તેઓ જીતે છે. તેથી આઠમી દૃષ્ટિવાળા યોગી નિરાચારપદવાળા છે. II૧૭૯ અવતરણિકા :
कथं भिक्षाटनाद्याचारोऽस्येत्याशङ्कापनोदायाह - અવતરણિકાર્ય :
શ્લોક-૧૭૯માં કહ્યું કે આઠમી દષ્ટિવાળા યોગીઓને આચારથી જીતવા યોગ્ય કોઈ કર્મ નથી, માટે તેઓ આચાર સેવતા નથી. ત્યાં શંકા થાય છે તો પછી આઠમી દૃષ્ટિવાળા યોગીને ભિક્ષાઅનાદિ આચારો કેમ છે ? એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે કહે છે – શ્લોક :
रत्नादिशिक्षादृग्भ्योऽन्या यथा दृक्तनियोजने ।
तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ।।१८०।। અન્વયાર્થ :
થા=જે પ્રમાણે રત્નાિિશક્ષમ્ય =રત્નાદિવિષયક શિક્ષા ગ્રહણ કરનારની દૃષ્ટિથી તત્રિયોનને તેના નિયોજનમાં રાદિ વ્યાપારમાં મજા અન્ય દૃષ્ટિ છે, તથા તે પ્રમાણે અચ=આની આઠમી દૃષ્ટિવાળા યોગીની સા વ=તે જ=ભિક્ષાઅટકાદિ સ્વરૂપ તે જ માવાયાપિકઆચારક્રિયા પણ નખેત: ફળભેદને કારણે ગા=અવ્ય છે=પૂર્વની દૃષ્ટિવાળા યોગીઓ કરતાં વિસદશ છે. II૧૮૦.