________________
પ૦૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૨૩-૨૨૪ અને કેટલાક જીવોને પૂર્વે યોગશાસ્ત્રના શ્રવણથી આવો પક્ષપાત પ્રગટ થયો હોય, પરંતુ યોગમાર્ગમાં સમ્યગુ યત્ન કરવા માટેનું પોતાનું અસામર્થ્ય દેખાય તો સેવવા માટેની ઇચ્છા ન થાય, તોપણ તેવા જીવોમાં વર્તતો યોગમાર્ગનો તાત્ત્વિક પક્ષપાત સૂર્ય જેવો છે; જ્યારે જે જીવોને સસ્તુશાસ્ત્ર સાંભળવા જ મળ્યાં નથી, માત્ર ઓઘબુદ્ધિથી ધર્મક્રિયા કરવાનો પરિણામ છે, અને યોગમાર્ગના બોધના અભાવને કારણે ભાવશૂન્ય ક્રિયા કરે છે, તે ક્રિયા ખજૂઆ જેવી છે. તે બે વચ્ચે તેટલું મોટું અંતર છે; છતાં ક્રિયા કરનાર જીવોને કે ક્રિયા નહિ કરનાર જીવોને પણ, જો પ્રસ્તુત ગ્રંથ સાંભળવા મળે અને તેથી તાત્ત્વિક પક્ષપાત પ્રગટ થાય, તો આત્મકલ્યાણના માર્ગમાં સૂર્ય જેવો પ્રકાશ તેમના જીવનમાં પ્રગટ થાય; અને જે જીવોને યોગશાસ્ત્ર સાંભળવા મળ્યાં નથી, તેથી ભાવશૂન્ય ક્રિયા કરે છે, જેથી યોગમાર્ગના વિષયમાં માત્ર ખજૂઓ જેવો અલ્પપ્રકાશ પ્રગટ થયો છે, તેવા જીવો તે પ્રકારની કલ્યાણની પરંપરાને પામી શકે નહિ; જ્યારે તાત્વિક પક્ષપાતવાળા જીવો ક્રિયા ન કરતા હોય તોપણ કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે પ્રસ્તુત ગ્રંથરચનાથી કોઈ જીવને યોગમાર્ગમાં તાત્ત્વિક પક્ષપાત માત્ર થશે તોપણ મહાઉપકાર થશે. ll૨૨૩ના
અવતરણિકા :તથા વાહ -
અવતરણિકાર્ય :
અને તે રીતે તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયામાં સૂર્ય અને ખજૂઆ જેવું જે રીતે અંતર છે તે રીતે, કહે છે –
શ્લોક :
खद्योतकस्य यत्तेजः तदल्पं च विनाशि च ।
विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ।।२२४ ।। અન્વયાર્થ :
વિદ્યોતી ય તેના=ખજૂઆનું જે તેજ છે તદ્ બન્યું તે અલ્પ ર=અને વિનાશ વ=વિનાશી છે, માનો:=સૂર્યનું રૂટું આeતેજ વિપરીત—વિપરીત છેઃખજૂઆના તેજ કરતાં વિપરીત છે. કૃતિ એ પ્રમાણે રૂદં=આ તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાદિ યુથે: માયંત્રબુધોએ ભાવન કરવું જોઈએ. ll૨૨૪. શ્લોકાર્ધ :
ખજૂઆનું જે તેજ છે તે અા છે અને વિનાશી છે, સૂર્યનું તેજ ખજૂઆના તેજ કરતાં વિપરીત છે. એ પ્રમાણે તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાદિ બધોએ ભાવન કરવું જોઈએ. ર૨૪