SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦૨ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૮ અન્વયાર્થ : થત =જે કારણથી વિમેન કુલાદિ યોગીના ભેદથી મત્ર=અહીં સંસારમાં ચતુર્થી યોનિ:ચાર પ્રકારના યોગીઓ છે, મત =આથી તૈશતો પર પવારોડપિ ન વિરુધ્યતે પરોપકાર પણ લેશથી વિરોધી નથી=લેશથી પરોપકારનો પણ સંભવ છે. ૨૦૮ શ્લોકાર્થ : જે કારણથી કુલાદિ યોગીના ભેદથી ચાર પ્રકારના યોગીઓ છે, આથી પરોપકાર પણ લેશથી વિરોધી નથી. Il૨૦૮ll ટીકા - ___ 'कुलादियोगिभेदेन' येऽत्र कुलप्रवृत्तचक्र(गोत्र)निष्पन्नयोगलक्षणेन 'चतुर्धा' चतुष्प्रकारा:, 'योगिनो यतः' सामान्येन ‘अतः' किमित्याह 'परोपकारोऽपि' तथाविधकुलादियोग्यपेक्षया 'लेशतो न विरुध्यते' मनागतोऽपि योगपक्षपातादिभावात् ।।२०८।। ટીકાર્ય : “નાવિયોજિમેન'... જો પક્ષપાતામિાવત્ II જે કારણથી સામાન્યથી ઉપકાર થાય તેવા અને ઉપકાર ન થાય તેવા વિભાગ વગર સામાન્યથી, જે અહીં=સંસારમાં, કુલ, પ્રવૃત્તચક્ર, ગોત્ર, નિષ્પન્નયોગસ્વરૂપ કુલાદિયોગી ભેદથી ચાર પ્રકારના યોગીઓ છે; આથી તેવા પ્રકારના કુલાદિયોગીની અપેક્ષાએ તત્વ જાણવાને અભિમુખ થયેલા એવા કુલાદિયોગીની અપેક્ષાએ, પરોપકાર પણ લેશથી વિરુદ્ધ નથી; કેમ કે આનાથી પણ=પ્રસ્તુત ગ્રંથના શ્રવણથી પણ, કંઈક યોગપક્ષપાત આદિનો ભાવ છે યોગપક્ષપાત આદિનો સંભવ છે. ર૦૮ તથaધકૃત્નોલિયા' માં ‘’ પદથી તથાવિધ પ્રવૃત્તચક્રયોગી ગ્રહણ કરવા. કયા પક્ષપાત માવત' માં ' પદથી યોગની નિષ્પત્તિ માટે કરાતા યત્નને ગ્રહણ કરવો. પરંપરાડપિ' માં 'પ' થી એ કહેવું છે કે પ્રસ્તુત ગ્રંથની રચનાથી પોતાને તો યોગની સ્મૃતિ થાય છે, એ રીતે પોતાને તો ઉપકાર થાય છે, પરંતુ અન્ય યોગ્ય જીવોને પણ પરોપકારનો સંભવ છે. “અતાપિ' માં 'પ' થી એ કહેવું છે કે કુલયોગી આદિ યોગની પ્રવૃત્તિ કરે છે, તેનાથી તેઓને તો ઉપકાર થાય છે, પરંતુ જિજ્ઞાસાપૂર્વક આ ગ્રંથના શ્રવણથી પણ યોગનો પક્ષપાત આદિ થવાનો સંભવ છે. ભાવાર્થ : પ્રસ્તુત ગ્રંથની રચના કરવાનું ગ્રંથકારનું પ્રયોજન યોગ્ય જીવોને ઉપકાર કરવાનું છે, તે પ્રસ્તુત લોકમાં બતાવે છે; અને તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે કે ઉપકાર થઈ શકે તેવા, અને ઉપકાર ન થઈ શકે તેવા વિભાગ વગર, સામાન્યથી વિચારીએ તો યોગી ચાર પ્રકારના છે : (૧) કુલયોગી, (ર) પ્રવૃત્તચયાગી,
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy