SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૦૩ તત્–તે=યોગીનું જ્ઞાન, તવવસ્વાન્તર તુ=યોગીની અવસ્થાન્તર જછે. તેનાથી=યોગીનું જ્ઞાન યોગીની અવસ્થાન્તર છે, તેનાથી, શું ? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે ફત્યંત એની, આશંકા કરીને ગ્રંથકાર કહે છે ૪૯૪ ત=યોગીનું જ્ઞાન, ભ્રાંત થાય. અન્યથા=આનું અભ્રાંતપણું હોતે છતે=યોગીના જ્ઞાનનું અભ્રાંતપણું હોતે છતે, સિદ્ધસાપ્યતા છે=આત્માની અવસ્થાન્તરદ્રય જે અમને સિદ્ધ છે, તેની સિદ્ધિ છે. તેથી તારા કથનમાં સિદ્ધસાપ્યતા છે; કેમ અવસ્થાભેદની ઉપપત્તિ છે અર્થાત્ યોગીતા આત્મામાં યોગીજ્ઞાન પ્રગટ થયા પૂર્વે યોગીજ્ઞાન ન હતું અને પાછળથી યોગીજ્ઞાન થયું, એ રૂપ યોગીની અવસ્થાભેદની ઉપપત્તિ છે. તેથી યોગીનો આત્મા એકાંત નિત્ય નથી, એ અર્થથી સિદ્ધ થાય છે. ‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ।।૨૦૩॥ ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે એકાંત નિત્યપક્ષ સ્વીકારવાથી મુક્તિનો સંભવ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે પરમાર્થથી આત્માની બે અવસ્થા નથી, પરંતુ આત્મા ફૂટસ્થ નિત્ય છે. માટે આત્માની પરમાર્થથી બે અવસ્થા ન હોય તો અવસ્થાદ્રયને સ્વીકારીને આત્મા એકાંત નિત્ય નથી, તેમ કહેવું ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે. જો પરમાર્થથી સંસારી અને મુક્ત એવી બે અવસ્થા ન હોય તો આપણે સંસારમાં છીએ, અને મોક્ષને માટે સાધના કરવી જોઈએ, એવા પ્રકારના ઉપદેશના બળથી અવસ્થાદ્રયનો આપણને જે પ્રત્યય થાય છે, તે થવો જોઈએ નહિ; કેમ કે જો અવસ્થાદ્વય ન હોય તો સાધનાનો ઉપદેશ આપવો, અને આત્માની સંસારઅવસ્થા કદર્શનારૂપ છે અને તેનાથી મુક્ત થવા યત્ન કરવો જોઈએ, તેવો ઉપદેશ આપવો ઉચિત નથી. અહીં પૂર્વપક્ષી કહે કે આત્માની સંસારઅવસ્થા અને મુક્તઅવસ્થા એ બે પ્રતીતિ ભ્રાંત છે. માટે તે ભ્રાંત પ્રતીતિને ગ્રહણ કરીને કૂટસ્થ નિત્ય એવા આત્માને પણ અનિત્ય કહેવો ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે – સંસારી અવસ્થા અને મુક્તઅવસ્થા એ બે ભ્રાંત છે, તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી અર્થાત્ સ્વદર્શનની અવિચારક એકાંત રુચિ સિવાય તે સ્વીકારવામાં કોઈ યુક્તિ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે યોગીનું જ્ઞાન પ્રમાણ છે અર્થાત્ જે યોગીઓ તત્ત્વને જોનારા છે, તે યોગીઓ કહે છે કે પરમાર્થથી આત્મા કૂટસ્થ નિત્ય છે; આમ છતાં અજ્ઞાનને કારણે પોતે બંધાયો છે, તેવો ભ્રમ વર્તે છે. તેથી તે ભ્રમ કાઢવા માટે સાધના કરવાની છે, અને તે સાધનાથી ભ્રમ ટળે છે ત્યારે, સંસારની કદર્થનાની પ્રતીતિ કરાવનાર ભ્રમ ટળી ગયો હોવાથી પોતે મુક્ત છે અને પૂર્વમાં પણ મુક્ત હતો, એવો સ્થિર પ્રત્યય થાય છે. માટે યોગીના જ્ઞાનથી નિર્ણય થાય છે કે આત્માની અવસ્થાદ્વય નથી. તેને ગ્રંથકાર કહે છે - તે યોગીનું જ્ઞાન અવસ્થાન્તર જ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે યોગીના જ્ઞાનને અવસ્થાન્તર સ્વીકારવાથી શું સિદ્ધ થાય ? તેથી ગ્રંથકાર કહે છે - જો આત્માની અવસ્થાઢય ન હોય તો યોગીનું પોતે મુક્ત છે એવું જ્ઞાન ભ્રાન્ત થાય; કેમ કે યોગીના આત્માનં પૂર્વમાં તેવા પ્રકારનું જ્ઞાન ન હતું; અને તેની બે અવસ્થા થતી ન હોય તો જેવો પૂર્વમાં મુક્તના
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy