________________
૬૮
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિવાળો નથી અર્થાત્ દીર્ઘકાળ ટકે તેવો નથી; અને બોધકાળમાં અર્થાત્ શ્રવણ વખતે થતા બોધમાં વીર્ય અલ્પ હોવાથી બોધની સ્મૃતિ પેદા કરાવી શકે તેવા સંસ્કારો આત્મામાં પડતા નથી, તેથી તારાદૃષ્ટિના બોધથી પ્રેરાઈને કરાતી વંદનાદિ ક્રિયાના કાળમાં બોધના સંસ્કારો જાગૃત થતા નથી. તેના કારણે વંદનાદિ ક્રિયાકાળમાં તારાદૃષ્ટિનો બોધ વિદ્યમાન નહિ હોવાથી તેઓની વંદનાદિ ક્રિયા બોધવિકલ છે=બોધની ખામીવાળી છે. તેથી તે ક્રિયાથી જે પ્રકારે સંવેગવૃદ્ધિ દ્વારા નિર્જરારૂપ કાર્ય થવું જોઈએ, તેવું કાર્ય થતું નથી. તેને આશ્રયીને કહેલ છે કે તારાદ્દષ્ટિનો બોધ અભીષ્ટ કાર્યક્ષમ નથી.
અહીં તારાદૃષ્ટિનો બોધ તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિવિકલ અને વિશિષ્ટ વીર્યવિકલ છે, તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે તારાદૃષ્ટિવાળા કોઈ જીવને ધારણાશક્તિ ઘણી હોય તો યોગી આદિ પાસેથી જે શ્રવણ કરે છે તે શબ્દો અને અર્થો દીર્ઘકાળ સુધી સ્મૃતિરૂપે રાખી શકે, છતાં યોગદૃષ્ટિમાં થયેલા યોગમાર્ગના બોધને ધારી શકતો નથી. તે આ રીતે
યોગદૃષ્ટિમાં થતો બોધ શબ્દવિષયક અને અર્થવિષયક નથી, પરંતુ શબ્દ અને અર્થને અવલંબીને થતા સંવેગના માધુર્યવાળો છે, અને તે બોધ વંદનાદિ ઉચિત પ્રવૃત્તિ કરાવીને વિશેષ પ્રકારના સંવેગની નિષ્પત્તિનું કારણ છે. અહીં તારાદૃષ્ટિમાં વર્તતો સંવેગના પરિણામરૂપ યોગમાર્ગનો બોધ અતિઅલ્પમાત્રામાં હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવોને જેવો યોગમાર્ગનો બોધ હોય છે તેવો તારાદૃષ્ટિમાં નથી. ક્વચિત્ તારાદૃષ્ટિવાળાની ધારણાશક્તિ ઘણી હોય અને સમ્યગ્દષ્ટિની ધારણાશક્તિ ઓછી હોય તો સમ્યગ્દષ્ટિ જીવ યોગી પાસેથી સાંભળેલા શબ્દો અને તેના અર્થને ધારી ન શકે, છતાં યોગમાર્ગનો સંવેગના માધુર્યવાળો બોધ સમ્યગ્દષ્ટિ આદિ જીવોને જેવો અતિશય હોય છે, તેવો અતિશય બોધ, શબ્દ અને અર્થને ધા૨વામાં પટુપ્રજ્ઞાવાળા પણ તારાદૃષ્ટિવાળાને હોતો નથી. જેમ, માષતુષ મુનિ ‘મા રુષ’ અને ‘મા તુષ’ એ પ્રકારનાં બે વાક્યોને પણ ધારવામાં અસમર્થ હોવા છતાં સંયમના કંડકોમાં અપેક્ષિત એવો યોગમાર્ગનો બોધ તેઓને ઊંચી કક્ષાનો હતો. આથી શબ્દની સ્મૃતિમાં સ્ખલના પામતા પણ માષતુષમુનિ ‘મા રુષ’ અને ‘મા તુષ’ બોલવાની ક્રિયા દ્વારા ભાવથી સંયમની ક્રિયા કરીને સંયમના કંડકસ્થાનોની વૃદ્ધિને પામ્યા. તેથી તેમનો બોધ તત્ત્વથી વિશિષ્ટ સ્થિતિ અને વીર્યવાળો હતો; જ્યારે પટુસ્મૃતિવાળા પણ તારાદષ્ટિવાળાનો યોગમાર્ગના સંવેદનવાળો બોધ દીર્ઘ કાળ ટકે તેવો હોતો નથી અને અલ્પમાત્રાવાળો હોવાથી વિશિષ્ટ વીર્યથી વિકલ પણ છે. તેથી ક્રિયાકાળમાં તે બોધ અવિદ્યમાન હોવાથી અભીષ્ટ કાર્યક્ષમ નથી.
ટીકા ઃ
बलायामप्येष काष्ठाग्निकणकल्पो विशिष्ट ईषदुक्तबोधद्वयात्, तद् भवतोऽत्र मनाक् स्थितिवीर्ये, अतः पटुप्राया स्मृतिरिह प्रयोगसमये तद्भावे चार्थप्रयोगमात्रप्रीत्या यत्नलेशभावादिति ।
* ‘વલાયાપિ’ માં ‘વિ’ શબ્દથી એ કહેવું છે કે મિત્રાદ્દષ્ટિ અને તારાદૃષ્ટિમાં તો બોધ તૃણાદિઅગ્નિકણસદેશ છે છે, પરંતુ બલાદૃષ્ટિમાં પણ આ બોધ કાષ્ઠઅગ્નિકણસદેશ છે.