________________
૬૪
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫ ભાવાર્થ :
શ્લોક-૧૩માં કહ્યું કે મિત્રાદિ યોગદૃષ્ટિના લક્ષણને સ્વરૂપને, તમે સાંભળો. તેથી મિત્રાદિદષ્ટિનું લક્ષણ પ્રકૃતિ છે. ત્યાં ગ્રંથકારને પ્રાસંગિક સ્મરણ થયું કે યોગદષ્ટિ કહેવાની પ્રતિજ્ઞા કરી, તેથી ઓઘદૃષ્ટિનો વ્યવચ્છેદ થાય છે. માટે પ્રાસંગિક રીતે શ્લોક-૧૪માં ઓઘદૃષ્ટિ બતાવી અને શ્લોક-૧૪ના અંતે કહ્યું કે પ્રસંગથી સર્યું. તેથી હવે ૧૫મા શ્લોકનું ઉત્થાન કરતાં કહે છે કે પ્રકૃતિને અમે કહીએ છીએ, અને પ્રકૃતિ એ મિત્રાદિ આઠ યોગની દૃષ્ટિઓ છે. તે આઠ દૃષ્ટિઓને દૃષ્ટાંતમાત્રને આશ્રયીને બતાવે છે અર્થાત્ આઠ દૃષ્ટિઓમાં વર્તતા બોધનો ભેદ દષ્ટાંતમાત્રને આશ્રયીને પ્રસ્તુત શ્લોકમાં કહે છે, જે મિત્રાદિદૃષ્ટિઓનું સ્વરૂપ છે. શ્લોક -
तृणगोमयकाष्ठाग्निकणदीपप्रभोपमा ।
रत्नतारार्कचन्द्राभा, सद्दष्टेर्दृष्टिरष्टधा ।।१५।। અન્વયાર્થ:
વૃષ્યવૃષ્ટિ સદૃષ્ટિવાળાની દૃષ્ટિ યોગીનો બોધ તૃણોમવર્ષાનવીપોપમાં તૃણઅગ્નિકણની ઉપમાવાળો, ગોમયઅગ્નિકણની ઉપમાવાળો, કાષ્ઠઅગ્લિકણની ઉપમાવાળો, દીપપ્રભાવી ઉપમાવાળો, રત્નતાપાર્વવામા=રત્નાભા=રતની કાંતિ સમાન, તારાભા તારાની કાંતિ સમાન, અર્વાભા=સૂર્યની કાંતિ સમાન, ચંદ્રાભા=ચંદ્રની કાંતિ સમાન અષ્ટધા આઠ પ્રકારે છે. II૧પા શ્લોકાર્ધ :
યોગીનો બોધ તૃણઅગ્નિકણની ઉપમાવાળો, ગોમયઅગ્નિકણની ઉપમાવાળો, કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળો, દીપપ્રભાની ઉપમાવાળો, રત્નની કાંતિ સમાન, તારાની કાંતિ સમાન, સૂર્યની કાંતિ સમાન અને ચંદ્રની કાંતિ સમાન એમ આઠ પ્રકારે છે. II૧પIL ટીકા -
इहाधिकृतदृष्टिबोधः खल्वर्थोक्त एव तृणाग्निकणाद्युदाहरणसाधर्म्यतो निरूप्यते । सामान्येन 'सदृष्टे'-योगिनो 'दृष्टि' - बर्बोधलक्षणाष्टधा भवति । तृणाग्निकणोपमा मित्रायां, गोमयाग्निकणोपमा तारायां, काष्ठाग्निकणोपमा बलायां, दीपप्रभोपमा दीप्रायां, तथाविधप्रकाशमात्रादिनेह साधर्म्यम् । ટીકાર્ય :
થત .... સાર્ચ ખરેખર, અર્થથી કહેવાયેલો જ=દષ્ટિ આઠ પ્રકારની છે એમ પૂર્વમાં કહ્યું એનાથી અર્થથી કહેવાયેલો જ, અધિકૃત એવી દૃષ્ટિનો બોધ અધિકૃત એવી યોગદષ્ટિનો બોધ,