SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૭-૮ આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રથી જો સંપૂર્ણ યોગમાર્ગનો બોધ થતો હોય તો આખા યોગમાર્ગનો સાક્ષાત્કાર જીવને શાસ્ત્રશ્રવણકાળમાં થવો જોઈએ. તેથી જેમ કેવલીને આખા યોગમાર્ગનો સાક્ષાત્કાર છે, તેમ શાસ્ત્ર ભણનાર જીવને પણ સંપૂર્ણ યોગમાર્ગનો શાસ્ત્રથી સાક્ષાત્કાર થઈ જાય તો તે જીવ ત્યારે જ સર્વજ્ઞ બની જાય; પરંતુ શાસ્ત્ર ભણનારા શાસ્ત્રશ્રવણકાળમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરતા નથી, તે બતાવે છે કે શાસ્ત્રથી સંપૂર્ણ યોગમાર્ગનો બોધ થતો નથી. વળી જો શાસ્ત્રથી સંપૂર્ણ યોગમાર્ગનો બોધ થતો હોય તો યોગનિરોધકાળમાં જેવી રત્નત્રયીનું સંવેદન છે, તેવી રત્નત્રયીનું સંવેદન શાસ્ત્ર ભણનાર યોગીને શાસ્ત્રશ્રવણકાળમાં થવું જોઈએ; અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રશ્રવણકાળમાં યોગનિરોધની પ્રાપ્તિ થાય, અને તેમ સ્વીકારવાથી શાસ્ત્ર સાંભળતાં મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ શાસ્ત્ર સાંભળતાં તત્કાળ યોગનિરોધ કોઈને થતો નથી. માટે શાસ્ત્રથી મોક્ષપદના હેતુઓનો બોધ સર્વ પ્રકારે થતો નથી, તેમ માનવું જોઈએ. અહીં વિચારકને પ્રશ્ન થાય કે કેવલીને તો કેવલજ્ઞાનથી આખા યોગમાર્ગનો સાક્ષાત્કાર છે, છતાં કેવલજ્ઞાન થયા પછી તરત અયોગીકેવલી અવસ્થાની પ્રાપ્તિ થતી નથી. તેથી જેમ કેવલીને બોધ હોવા છતાં યોગનિરોધ થતો નથી, તેમ શાસ્ત્રથી યોગનિરોધનો બોધ થાય તોપણ યોગનિરોધની પ્રાપ્તિ ન થાય, તેમ કહી શકાય; તો પછી પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારે બીજો દોષ કેમ આપ્યો કે શાસ્ત્રથી આખા યોગમાર્ગનો બોધ થાય છે તેમ માનો, તો શાસ્ત્રશ્રવણકાળમાં શ્રોતાને અયોગીકેવલીના ભાવોનો બોધ પણ થઈ જવો જોઈએ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જવી જોઈએ ? તેનું સમાધાન એ છે કે કેવલી કેવલજ્ઞાન પામે છે ત્યારે મોહ વગરના છે, અને તેથી કેવલજ્ઞાનથી આખા યોગમાર્ગને સાક્ષાત્ જુએ છે, છતાં યોગનિરોધનો પ્રયત્ન ઉચિતકાળે કરે છે; જ્યારે શાસ્ત્ર જાણનાર એવા યોગી તો વીતરાગ નથી, તેથી મોક્ષની બળવાન ઇચ્છાવાળા છે. આથી શાસ્ત્ર ભણવા માટે યત્ન કરે છે, અને શાસ્ત્ર ભણતાં ભણતાં જ જો તેને યોગનિરોધકાળભાવિ રત્નત્રયીની પરિણતિનો બોધ પણ શાસ્ત્રથી થઈ જાય, તો મોક્ષના અર્થી એવા તે યોગી તેમાં પણ પ્રયત્ન કરે. તેથી શાસ્ત્રશ્રવણકાળમાં તેમને મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ. એ દૃષ્ટિને સામે રાખીને શ્રોતાયોગીને શાસ્ત્રશ્રવણકાળમાં મોક્ષની પ્રાપ્તિ થવી જોઈએ, એ પ્રકારનો દોષ ગ્રંથકારે આપેલ છે. Iળા અવતરણિકા : स्यादेतत्-अस्त्वेवमपि का नो बाधा, इत्यत्राह - અવતરણિકાર્ય : આ થાય=આગળમાં કહે છે એ પૂર્વપક્ષના મતે થાય. એ પૂર્વપક્ષનો મત બતાવે છે – આમ પણ હો, અર્થાત્ શ્રોતાયોગીને શાસ્ત્રશ્રવણકાળમાં સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય છે અને શાસ્ત્રશ્રવણકાળમાં જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ પણ હો, અમને શું બાધા છે? અર્થાત્ કોઈ બાધા નથી. એ પ્રકારના પૂર્વપક્ષના મતમાં ગ્રંથકાર કહે છે –
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy