________________
૨3
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪ સમ્યગ્દષ્ટિને નથી, તેમને સંપ્રત્યયાત્મિકા શ્રદ્ધા હોતી નથી, પરંતુ ઓઘથી ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય છે; જ્યારે શાસ્ત્રયોગ સેવનારને દરેક ક્રિયાની ઉચિત વિધિનો સૂક્ષ્મબોધ હોય છે અને તેના કારણે તેમની રુચિ પણ તેવા બોધ વગરના સમ્યગ્દષ્ટિ કરતાં અનંતગુણી વિશુદ્ધ હોય છે; અને તેથી તેમની રુચિ, આ અનુષ્ઠાન આ રીતે સેવીને આ ભાવો હું કરું કે જેથી શાસ્ત્રાનુસારી યોગ બને, તે પ્રકારનો સંપ્રત્યય કરાવે= સમ્યફ પ્રતીતિ કરાવે, તેવી હોય છે.
સંપ્રત્યયાત્મિકાદિ શ્રદ્ધામાં આદિ પદથી કુર્તરૂપત્વવાળી રુચિ ગ્રહણ કરવાની છે. તેથી જેવો તેમનો સંપ્રત્યય છે, તે પ્રકારે વીર્યને સમ્યક પ્રવર્તનમાં પ્રેરણા કરે તેવી તેમની તીવ્ર રુચિ છે. તેથી શાસ્ત્રયોગીની રુચિ શાસ્ત્રના નિયંત્રણ નીચે પ્રવૃત્તિ કરાવવામાં સમર્થ બને છે, જ્યારે ઇચ્છાયોગીમાં તેવી તીવ્ર રુચિ નથી.
વળી શાસ્ત્રયોની તીવ્ર બોધને કારણે તે પ્રકારે આગમથી અવિકલ અનુષ્ઠાન કરે છે તેમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે તેમનો બોધ એટલો પટુ છે કે ક્રિયાકાળમાં ક્રિયાને શાસ્ત્ર અનુસાર પ્રવર્તાવવામાં સમર્થ બને છે. આથી જેમને તેવો તીવ્ર બોધ નથી એવા ઇચ્છાયોગી અપ્રમાદપૂર્વક યત્ન કરતા હોય તો પણ તેમની ક્રિયા શાસ્ત્રાનુસારી બનતી નથી; અને કદાચ કોઈ ઇચ્છાયોગી જ્ઞાની હોય, તોપણ તેમનું જ્ઞાન તેવું પટુ નથી કે જે પ્રમાદને દૂર કરાવીને શાસ્ત્રાનુસારી ક્રિયા કરાવવામાં સમર્થ બને. જ્યારે શાસ્ત્રાયોગીનો બોધ તેવો પટુ છે કે જેના કારણે વચનથી પરિપૂર્ણ નિયંત્રિત થઈ ક્રિયામાં તેઓ યત્ન કરી શકે છે.
અહીં ‘પટુબોધને કારણે આગમથી અવિકલ” એટલું જ ન કહેતાં “આગમથી તે પ્રકારે અવિકલ' કહીને એમ બતાવ્યું કે જે અનુષ્ઠાનનાં કાલાદિ સર્વ અંગો જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવાયાં છે, તે પ્રમાણે તે યોગી કરતા હોય તો તે શાસ્ત્રયોગ છે. આમ કહેવાથી એ ફલિત થયું કે સામર્થ્યયોગવાળા યોગી પણ કાલાદિના વિકલ્ય વગર કરતા હોય છે, તો પણ તેમનો ઉપરની ભૂમિકાનો યોગ છે; જ્યારે શાસ્ત્રના નિયંત્રણ નીચે કાલાદિની વિકલતા જેમના યોગમાં ન હોય તેમનું અનુષ્ઠાન શાસ્ત્રયોગ બને છે.
વળી પૂર્ણ મોહના ઉચ્છેદ માટે સમર્થ હોય તેવું સામર્થ્યયોગનું અનુષ્ઠાન પણ પૂર્ણ શાસ્ત્રાનુસારી હોય છે, અને વિશેષ પ્રકારે મોહને ઉચ્છેદ કરવામાં સમર્થ હોય છે, તેથી તેને કોઈ શાસ્ત્રયોગ સ્વીકારી લે; અને તેના પૂર્વના શાસ્ત્રાનુસારી યત્નવાળા અનુષ્ઠાનને આ શાસ્ત્રયોગ નથી તેવો કોઈને ભ્રમ થાય, તેના નિવારણ માટે કહ્યું કે જ્યાં કાલાદિનું વૈકલ્ય ન હોય તેવું અનુષ્ઠાન શાસ્ત્રયોગ છે. તેથી સામર્મયોગની જેમ પૂર્ણ મોહના ઉચ્છેદમાં પ્રવૃત્ત નહિ હોવા છતાં કાલાદિવૈકલ્યરહિત શાસ્ત્રાનુસારી પૂર્ણ યત્ન જે અનુષ્ઠાનમાં છે, તે અનુષ્ઠાન શાસ્ત્રયોગ છે. તે બતાવવા તથા' શબ્દ વાપર્યો છે.
પૂર્વમાં કહ્યું કે હેતુભૂત એવા તીવ્ર બોધ વડે તે પ્રકારે વચનથી અવિકલ શાસ્ત્રયોગ છે. ત્યાં પ્રશ્ન થાય કે કોઈને તેવો તીવ્ર બોધ ન હોય તોપણ શાસ્ત્રના વચનનું સ્મરણ કરીને યત્ન કરતા હોય અથવા ગીતાર્થને પૂછીને ગીતાર્થના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા હોય અને કાલાદિવિકલતા પણ ન હોય, તો તેઓનો પણ પ્રયત્ન શાસ્ત્રયોગ થઈ શકે; તેથી શાસ્ત્રયોગમાં હેતુભૂત એવો મટુબોધ આવશ્યક છે, એમ કહેવાની જરૂર નથી. તેથી કહે છે – અપટુબુદ્ધિવાળા અતિચાર દોષને જાણતા નથી.