SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧ પણ સ્ખલના ન થાય તે રીતે સુદઢ ઉપયોગ પ્રવર્તે છે, જેથી ગ્રંથરચનાકાળમાં ઉપયોગની ખામીને કારણે યથાતથા પદાર્થનું જોડાણ ન થાય, પરંતુ પદાર્થનું સમ્યગ્ સ્ફુરણ થાય અને માર્ગાનુસારી તીવ્ર ઉપયોગ પ્રવર્તે. આથી ઉપયોગપૂર્વક મંગલાચરણ કરવામાં આવે તો ગ્રંથ૨ચના નિર્વિઘ્ને પૂર્ણ થાય છે, તેથી પ્રસ્તુત મંગલાચરણ કરેલ છે. ४ ઉત્થાન : અવતરણિકામાં કહેલ કે પ્રયોજનાદિના પ્રતિપાદન માટે આ શ્લોકસૂત્રનો ઉપન્યાસ કરેલ છે. તે અંશને સ્પષ્ટ કરતાં કહે છે ટીકા ઃ (३) तथा प्रेक्षावतां प्रवृत्त्यर्थं प्रयोजनादिप्रतिपादनार्थं च । ટીકાર્ય : (૩) તથા ..... પ્રતિપાવનાર્થ હૈં । અને પ્રેક્ષાવાનોની પ્રવૃત્તિ અર્થે પ્રયોજનાદિના પ્રતિપાદન માટે, આ શ્લોકસૂત્રનો ઉપન્યાસ કરેલ છે. ટીકા ઃ तथा चोक्तम् - 'सर्वस्यैव हि शास्त्रस्य कर्मणो वापि कस्यचित् । यावत्प्रयोजनं नोक्तं तावत्तत्केन गृह्यते ॥ | १ | ટીકાર્ય ***** तथा चोक्तम् . ગૃહ્યતે ।। અને તે રીતે=પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ અર્થે અને પ્રયોજનાદિના પ્રતિપાદન માટે ગ્રંથની આદિમાં પ્રયોજતાદિનું કથન આવશ્યક છે તે રીતે, કહેવાયું છે : - ખરેખર બધા જ શાસ્ત્રનું અથવા કોઈપણ કર્મનું=ક્રિયાનું પ્રયોજન જ્યાં સુધી કહેવાયું નથી, ત્યાં સુધી તે કોના વડે ગ્રહણ કરાય ? ઉત્થાન : ગ્રંથમાં પ્રયોજન બતાવવું આવશ્યક છે, તેમાં સાક્ષી બતાવ્યા પછી ગ્રંથનો વિષય બતાવવો પણ આવશ્યક છે, એમ બતાવવા માટે સાક્ષી આપતાં કહે છે – ટીકા ઃ न चाप्यविषयस्येह शक्यं वक्तुं प्रयोजनम् । काकदन्तपरीक्षादेस्तत्प्रयोगाप्रसिद्धित: ।। २ ।। ટીકાર્થ ઃ न चाप्यविषयस्येह પ્રસિદ્ધિત:।। અહીં=ગ્રંથરચનામાં, વળી અવિષયનું પ્રયોજન કહેવાનું શક્ય નથી, જેમ તેના પ્રયોગની અસિદ્ધિ હોવાથી કાગડાના દાંતની પરીક્ષા આદિનું પ્રયોજન કહેવું શક્ય નથી.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy