SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૪ અને આ=શુશ્રૂષાના ભાવથી પેદા થયેલું કર્મક્ષયરૂપ ળ, પરબોધનું કારણ છે=પ્રધાનબોધનું કારણ છે. તેમાં હેતુ કહે છે : વચનના પ્રામાણ્યથી જ=શાસ્ત્રવચનના પ્રામાણ્યથી જ, નક્કી થાય છે કે શુશ્રૂષાગુણથી થયેલું કર્મક્ષયરૂપ ફ્ળ મોક્ષના કારણીભૂત એવા સમ્યગ્બોધનું કારણ છે. ૫૪॥ ભાવાર્થ: ત્રીજી દ્દષ્ટિવાળા યોગીને સંસારના ઉચ્છેદના ઉપાયને જાણવાની તીવ્ર ઇચ્છા હોય છે, તેથી આત્મહિત માટે ઉપયોગી એવા તત્ત્વને સાંભળવાની ઇચ્છારૂપ શુશ્રુષાગુણ વર્તે છે. આવા યોગી આત્મહિતવિષયક વિચારણા કરતા હોય ત્યારે સાંભળવાનો વ્યક્ત અભિલાષ વર્તતો હોય છે, અને યોગીઓ પાસે સાંભળવા પણ શક્ય હોય તો જાય છે. આમ છતાં યોગમાર્ગનો યથાર્થ બોધ કરાવે તેવા યોગીની પ્રાપ્તિ ન થાય તો તેમને સમ્યગ્બોધનું કારણ બને તેવી શ્રવણસામગ્રીનો અભાવ પણ પ્રાપ્ત થાય; છતાં પણ તેમનામાં વર્તતો શ્રવણનો અભિલાષ પોતે જ શુભભાવરૂપ હોવાથી તેનાથી તેમને કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોને પણ જે વાતમાં રસ હોય છે, તેને સાંભળવાની તીવ્ર ઇચ્છા હોય છે. આમ છતાં તેનાથી તેમને કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થતું નથી, અને ત્રીજી દષ્ટિવાળાને જે શુશ્રૂષાગુણ પ્રગટ્યો છે તેનાથી તેમને કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે કોણ નક્કી કરી શકે ? તેથી કહે છે ‘શાસ્ત્રવચન જ પ્રમાણ છે' અર્થાત્ શાસ્ત્રવચન કહે છે કે સંસારી જીવોને જે પ્રિયને સાંભળવાની ઇચ્છા હોય છે તે શુભભાવરૂપ નથી, અને ત્રીજી દૃષ્ટિવાળાને પ્રિય એવા યોગમાર્ગના ૫૨માર્થને સાંભળવાની જે તીવ્ર ઇચ્છા હોય છે, તે શુભભાવરૂપ છે. તેથી ત્રીજી દૃષ્ટિવાળા જીવોને શુશ્રૂષાગુણથી કર્મક્ષયરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે શુશ્રૂષાગુણથી જે કર્મક્ષય થાય છે, તે કેવા પ્રકારના ફળની નિષ્પત્તિનું કારણ બને તેવો છે ? તેથી કહે છે - શુશ્રુષાગુણ યોગમાર્ગના બોધમાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીય આદિ કર્મોના નાશનું કારણ થાય છે. તેથી શુશ્રૂષાગુણવાળા યોગીને આ ભવમાં શ્રવણની સામગ્રી ન મળે તોપણ યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા બોધનાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય થાય છે. અહીં પ્રશ્ન થાય કે શુશ્રુષાગુણ પ્રગટેલો હોય, અને બોધની સામગ્રી મળે, તો ઉપદેશ આદિના શ્રવણથી તે પ્રકારનાં બોધનાં પ્રતિબંધક એવાં જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય થાય છે, તેમ કહી શકાય; પરંતુ જેને બોધની સામગ્રી મળી નથી, તેવા શુભ્રૂષાગુણવાળા જીવોને યોગમાર્ગના બોધનું કારણ બને એવાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષય થાય છે. તે કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે : ભગવાનના વચનના પ્રામાણ્યથી જ તે નક્કી થાય છે. ‘શુશ્રુષાગુણવાળા જીવોને શ્રવણની સામગ્રી ન મળે તોપણ યોગમાર્ગના બોધમાં પ્રતિબંધક એવાં કર્મોનો ક્ષય થાય છે.' ભગવાનના આ વચનથી આ
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy