SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૫૦ શ્લોકાર્થ ઃ બલાદૃષ્ટિ હોતે છતે પ્રકૃતિથી જ અસતૃષ્ણા પ્રવર્તતી નથી, અને અસતૃષ્ણાના અભાવને કારણે સર્વ પ્રવૃત્તિઓમાં અવસ્થિત જ સુખાસન છે. ૫૦ ટીકા ઃ ‘નાસ્વામ્’ અધિકૃતવૃષ્ટો સત્યામ્ - ‘અમદૃા’ – સ્થિતિનિવધનાતિરિwોપરા, ‘પ્રત્યેવ’= स्वभावेनैव 'प्रवर्तते' विशिष्टशुद्धियोगात्, 'तदभावाच्च' = असत्तृष्णाभावाच्च, 'सर्वत्र' - व्याप्त्या ' स्थितमेव સુસ્વાસનું,' તથાપરિભ્રમળામાવેન ।।।। ટીકાર્ય ઃ ૧૭૯ ‘નાસ્થામ્’અધિતવૃષ્ટો, તથાપરિભ્રમળમાવેન ।। આ=અધિકૃત દૃષ્ટિ હોતે છતે, સ્થિતિના કારણથી અતિરિક્ત વિષયવાળી અસતૃષ્ણા પ્રકૃતિથી જ=સ્વભાવથી જ, પ્રવર્તતી નથી; કેમ કે વિશિષ્ટ શુદ્ધિનો યોગ છે; અને તેના અભાવથી= અસતૃષ્ણાના અભાવથી, સર્વત્ર=સર્વ કાર્યમાં, વ્યાપ્તિથી સ્થિત જ=અવસ્થિત જ, સુખાસન છે; કેમ કે તે પ્રકારના પરિભ્રમણનો અભાવ છે= સ્થિતિનિબંધનની જરૂરિયાત કરતાં અધિક તૃષ્ણાથી જન્ય પરિભ્રમણનો અભાવ છે. ૫૦ના ભાવાર્થ: ત્રીજી દૃષ્ટિમાં યોગના આઠ અંગમાંથી આસન નામનું ત્રીજું અંગ પ્રગટ થાય છે અને તે આસન સ્થિર સુખાસનરૂપ છે. તેનું સ્વરૂપ આ શ્લોકમાં બતાવે છે : ત્રીજી દૃષ્ટિમાં પ્રકૃતિથી જીવને પોતાના જીવનનિર્વાહની જરૂરિયાતથી અતિરિક્ત વસ્તુવિષયક તૃષ્ણા રહેતી નથી, અને એ તૃષ્ણા નહિ હોવાને કારણે જીવનની સર્વ પ્રવૃત્તિઓમાં અવસ્થિત સુખાસન હોય છે; કેમ કે અસત્ તૃષ્ણાને કા૨ણે જે પ્રકારે પરિભ્રમણ થાય છે તેવું પરિભ્રમણ ત્રીજી દ્દષ્ટિવાળા જીવો કરતા નથી. માટે તેવા પરિભ્રમણકૃત ક્લેશનો અભાવ થવાથી સુખપૂર્વક જીવનારા હોય છે. સ્થિરાદિ દૃષ્ટિવાળા ભાવસાધુની તૃષ્ણા અને ત્રીજી દૃષ્ટિવાળાની તૃષ્ણા વચ્ચેનો ભેદ : સાધુઓ સંયમ ગ્રહણ કરે છે ત્યારે કોઈ પદાર્થ પ્રત્યે તેમને તૃષ્ણા હોતી નથી, દેહની જરૂરિયાત પ્રત્યે પણ તૃષ્ણા હોતી નથી, કેવલ સમતાની વૃદ્ધિના ઉપાયભૂત ઉચિત ક્રિયાઓ કરવાની મનોવૃત્તિ હોય છે. આથી સાધુ ગોચરી માટે જાય ત્યારે વિચારે છે કે ‘આહાર મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને નહિ મળે તો તપની વૃદ્ધિ થશે.’ તેથી દેહની જરૂરિયાતરૂપ આહાર પ્રત્યે પણ તૃષ્ણા હોતી નથી. વળી આહાર વગર સંયમયોગમાં યત્ન અશક્ય દેખાય ત્યારે અપવાદથી દોષિત આહાર ગ્રહણ કરે તોપણ દેહ પ્રત્યે કે આહાર પ્રત્યે તૃષ્ણા નથી, કેવલ સંયમયોગની વૃદ્ધિ પ્રત્યે ઇચ્છા છે અને તેના ઉપાયરૂપે અપવાદથી અશુદ્ધ ભિક્ષામાં યત્ન છે. તેથી ભાવસાધુને તૃષ્ણાનો સંપૂર્ણ અભાવ છે.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy