________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૩
૧૬૫ શ્લોકાર્ય :
અને યોગીઓની યોગવૃદ્ધિના ફળને દેનારો, ઉપચારસંપાદક એવી પોતાની અનુગ્રહબુદ્ધિથી યુક્ત, શક્તિના ઔચિત્યથી, નિયમથી જ આહારાદિ દાનનો ઉપચાર છે. II૪all ટીકા :
'यथाशक्ति' शक्त्यौचित्येन किमित्याह ‘उपचारश्च' ग्रासादिसम्पादनेन यथोक्तयोगिष्विति प्रक्रम:, स एव विशिष्यते 'योगवृद्धिफलप्रदः' तत्सम्यक्परिणामेन, 'योगिनां नियमादेव' नान्यथा तद्विघातहेतुरिति, 'तदनुग्रहधीयुत:'=उपचारसम्पादकानुग्रहधीयुत इत्यर्थः ।।४३।। ટીકાર્ય :
યથાશ$િ'.... રૂાર્થ અને યથાશક્તિ=શક્તિના ઔચિત્યથી, શું? એથી કહે છે : ગ્રાસાદિસંપાદન દ્વારા ઉપચાર છે. યથોક્ત યોગીઓમાં શ્લોક-૪૨માં કહેલ યોગીઓમાં, ઉપચાર છે, એ કથન પ્રક્રમથી પ્રાપ્ત થાય છે. તે જsઉપચાર જ, વિશેષરૂપે બતાવાય છે : તેના ગ્રાસાદિતા, સમ્યક પરિણામથી યોગવૃદ્ધિના ફળ દેનારો છે.
કોને યોગવૃદ્ધિફળ પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે : યોગીઓને જે યોગીઓને આહારાદિ આપે છે તે યોગીઓને, યોગવૃદ્ધિફળ દેનાર છે, એમ અવય છે. નિયમાવ=નિયમથી જ યથાશક્તિ ઉપચાર બીજી દષ્ટિવાળા કરે છે, એમ સંબંધ છે.
R અન્યથા ગતિપિત્તિ' - અન્યથા–તેના વિઘાતનો હેતુ થાય યોગમાર્ગના વિઘાતનો હેતુ થાય, તિ'=એ રીતે, બીજી દૃષ્ટિવાળા ઉપચાર કરતા નથી, પરંતુ જે રીતે યોગીઓની યોગની વૃદ્ધિ થાય તે રીતે જ ગ્રાસાદિ સંપાદન કરે છે. વળી તે યથાશક્તિ ઉપચાર કેવો છે ? તે બતાવતાં કહે છે :
તેની અનુગ્રહધીથી યુક્ત છેઃઉપચારસંપાદક એવા પોતાની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત છે='આ મહાત્માની સંયમની વૃદ્ધિ માટે હું આહાર આપીને મારા ઉપર અનુગ્રહ કરું, તેવી બુદ્ધિથી યુક્ત આ ઉપચાર છે. ૪૩ ભાવાર્થ
પૂર્વશ્લોકમાં કહ્યું કે બીજી યોગદૃષ્ટિવાળા જીવોને શુદ્ધ યોગવાળા યોગીઓમાં નિયમથી બહુમાન હોય છે. વળી બીજી દૃષ્ટિવાળા જીવો પોતાની શક્તિ પ્રમાણે આહારાદિસંપાદન દ્વારા નિયમથી તે યોગીઓની ભક્તિ કરે છે અને વિવેકવાળી તેઓની ભક્તિ હોવાથી યોગીઓના યોગની વૃદ્ધિનું કારણ છે.
આશય એ છે કે બીજી દૃષ્ટિવાળા જીવો વિચારે છે કે “આ યોગીઓ યોગસાધના કરે છે, તેથી તેઓની યોગની વૃદ્ધિમાં સહાયક થાય તેવા આહારાદિ મારે આપવા જોઈએ, જેથી તેઓ સંયમની સારી આરાધના