SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૯-૪૦ જ છે; કેમ કે આવો પરિણામ આવે યોગબીજ ગ્રહણના કાળ સિવાય અનંતકાળમાં ક્યારેય પ્રાપ્ત કર્યો નથી. જોકે ગ્રંથિભેદકાળમાં થતો અપૂર્વકરણનો પરિણામ વિશેષ કોટીનો અપૂર્વ છે, અને ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ અપૂર્વ છે, ફક્ત તેના જેટલો ઉત્તમ નથી; પણ ભાવથી તેની નજીકનો પરિણામ છે. જેમ મુનિભાવનો પરિણામ અધિક ઉત્તમ છે, તેના કરતાં ગ્રંથિભેદનો પરિણામ ન્યૂન છે, તોપણ ગ્રંથિભેદના પરિણામને અપૂર્વ પરિણામરૂપે શાસ્ત્રકારોએ સ્વીકાર્યો, તે રીતે ભાવથી અપૂર્વકરણની નજીકનો અને અવશ્ય અપૂર્વકરણના પરિણામને પ્રગટ કરે તેવો ચરમયથાપ્રવૃત્તકરણનો પરિણામ પણ અપૂર્વ છે, એમ યોગમાર્ગના જાણનારાઓ કહે છે. ll૩૯ અવતરણિકા : इहैव गुणस्थानयोजनमाह - અવતરણિયાર્થ: અહીં જ યોગની પહેલી દૃષ્ટિમાં જ, ગુણસ્થાનકના યોજાને કહે છે – ભાવાર્થ : શાસ્ત્રમાં ૧૪ ગુણસ્થાનકો બતાવાયાં છે, તેમાં મિથ્યાત્વ નામનું પ્રથમ ગુણસ્થાનક છે. ગુણસ્થાનકનો અર્થ એ થાય કે મોક્ષને અનુકૂળ એવા ગુણોનું સ્થાન, અને આવા ગુણોના સ્થાનરૂપ પહેલું ગુણસ્થાનક પહેલી દૃષ્ટિમાં છે, તે પ્રકારના યોજનને પ્રસ્તુત શ્લોકમાં કહે છે – બ્લોક : प्रथमं यद् गुणस्थानं, सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, मुख्यमन्वर्थयोगतः ।।४०।। અન્વયાર્થ: સામાન્ચન=સામાન્યથી વ પ્રથમ ગુજસ્થાનં=જે પ્રથમ ગુણસ્થાનક ૩૫તવર્ણન કરાયું શાસ્ત્રમાં કહેવાયું, તો ક્યાં તુ ગવાયાંકઆ જ અવસ્થામાં મુક્ય—મુખ્ય છે=નિરુપચરિત છે; કન્વર્થયાત:=કેમ કે અવર્થનો યોગ છે ગુણસ્થાનક શબ્દની વ્યુત્પત્તિનો યોગ છે. ll૪૦ના શ્લોકાર્થ : સામાન્યથી જે પ્રથમ ગુણસ્થાનક શાસ્ત્રમાં કહેવાયું છે, તે આ જ અવસ્થામાં નિરુપચરિત છે; કેમ કે ગુણસ્થાનક શબ્દની વ્યુત્પત્તિનો યોગ છે. ll૪oll ટીકા : 'प्रथम' आद्यं यद् गुणस्थानं' मिथ्यादृष्ट्याख्यं, 'सामान्येनोपवर्णितम्' आगमे मिद्दिट्ठी सासायणाइ'
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy