________________
૧૫૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩૮ શ્લોકા :
અલ્પમલપણું હોવાને કારણે આસન્નગ્રંથિભેદવાળા જીવને ચરમ યથાપ્રવૃત્તકરણમાં શ્લોક-૨૩ થી ૩૭ સુધીમાં બતાવેલ સંશુદ્ધ જિનકુશલચિતાદિ સર્વ થાય છે. “દી' પાદપૂર્તિ માટે છે. l૩૮ll ટીકા - __'यथाप्रवृत्तकरणे' - प्राग्व्यावर्णितस्वरूपे 'चरमे' पर्यन्तवर्तिनि, 'अल्पमलत्वत:' कारणात् ‘માસન્નપ્રન્જિમેવસ્થ’ સત:, “સમસ્ત - સનત્તરોહિત ‘નાયતે દ્ર' હસ્તલિતિ પારૂ૮ાા ટીકાર્ચ -
યથાપ્રવૃત્તર'... ર્તક્રિતિ 1 પ્રાવ્યાવણિત સ્વરૂપવાળા શ્લોક-૧૦માં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા, ચરમ=પર્યન્તવર્તિ, યથાપ્રવૃત્તકરણમાં, અલ્પમલપણાને કારણે આસન્નગ્રંથિભેદવાળા છતા એવા જીવને, આ=અનંતરમાં કહેવાયેલ શ્લોક-૨૩ થી ૩૭ સુધીમાં કહેવાયેલ, સમસ્ત થાય છે. ૩૮. ભાવાર્થ -
ચરમાવર્તમાં આવેલો જીવ જ્યારે અને જેટલાં પણ, યોગની પ્રથમની ચાર દૃષ્ટિના પરિણામને સ્પર્શનારાં યથાપ્રવૃત્તકરણ કરે છે, તે સર્વ યથાપ્રવૃત્તકરણને ચરમયથાપ્રવૃત્તકરણ કહેવાય, એ પ્રકારનો ઉલ્લેખ ધર્મપરીક્ષામાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરેલ છે.
તેથી એ ફલિત થાય કે જીવ ચરમાવર્તમાં આવેલો હોય ત્યારે તેનામાં ભાવમલ અલ્પ વર્તતો હોય છે, અને તેવો જીવ દુઃખિતમાં અત્યંત દયા કરે, ઇત્યાદિ જે ચરમાવર્તનું લક્ષણ કર્યું, તે દુઃખિતમાં દયા આદિ ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કરે છે; અને જિનમાં કુશલચિત્તાદિ કરે છે કે આચાર્યાદિમાં પણ કુશલચિત્ત કરે છે કે સાધુવંદનાદિ કરે છે, તે સર્વ ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કરે છે. આ ભૂમિકા સર્વ યોગબીજોના ગ્રહણની છે, તેથી સમ્યજ્ઞાનની પૂર્વભૂમિકા છે. માટે આ જ્ઞાનવાળા જીવને ગ્રંથિભેદઆસત્રવર્તી કહેલ છે. આવા જીવને ઉચિત સામગ્રી મળે તો ગ્રંથિભેદ એ જ ભવમાં કરે, ક્વચિત્ ઘણા ભવ પછી પણ કરે.
વળી કોઈક જીવ ચરમાવર્તમાં આવેલો હોય, એક પુદ્ગલપરાવર્ત નિયમા સંસારમાં પરિભ્રમણ કરનારો હોય, અને ચરમાવર્તમાં આવ્યા પછી તરત કોઈ નિમિત્ત પામીને યોગબીજો ગ્રહણ કરે, તો તેવો જીવ યોગબીજો ગ્રહણ કર્યા પછી કર્મના દોષથી ચરમયથાપ્રવૃત્તકરણમાંથી અવશ્ય બહાર નીકળી જાય છે, અને આવો જીવ ગ્રંથિભેદ વહેલામાં વહેલો કરે તો પણ અર્ધ પગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારે જ કરી શકે છે, તેનાં પહેલાં ગ્રંથિભેદ સંભવતો નથી. તેથી આવા જીવને આશ્રયીને યોગબીજો ગ્રહણ કર્યા પછી કાળથી ગ્રંથિભેદમાં ઘણો વિલંબ હોવા છતાં, ગ્રંથિભેદને અનુકૂળ એવો ઉત્તમ ભાવ આવા જીવોમાં પણ યોગબીજગ્રહણકાળમાં વર્તી રહ્યો છે. તેથી ઉત્તમ ભાવને આશ્રયીને આ ચરમયથાપ્રવૃત્તકરણ ગ્રંથિભેદને આસન્ન છે, અને કાળને આશ્રયીને પણ શરમાવર્ત બહારના થતા યથાપ્રવૃત્તકરણની અપેક્ષાએ યોગબીજને ગ્રહણ કરતું એવું ચરમયથાપ્રવૃત્તકરણ ગ્રંથિભેદને આસન્ન છે; કેમ કે ઉત્કૃષ્ટથી ગ્રંથિભેદનું અંતર એક પુદ્ગલપરાવર્તન થઈ શકે, તેનાથી અધિક અંતર થઈ શકે નહિ.