________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૮
શ્લોક ઃ
लेखना पूजना दानं, श्रवणं वाचनोद्ग्रहः ।
प्रकाशनाथ स्वाध्यायश्चिन्तना भावनेति च ।। २८ ।।
૧૩૧
અન્વયાર્થ:
તેલના=લેખના જૂનના=પૂજના વનં=દાન શ્રવનં=શ્રવણ વાચના=વાંચન પ્રઃ=વિધિપૂર્વક શાસ્ત્રોનું ગ્રહણ પ્રાણના=પ્રકાશન સ્વાધ્યાયઃ=સ્વાધ્યાય ચિન્તના=અર્થનું ચિંતવન ==અને ભાવના=ભાવના (યોગબીજ છે.) થ અને કૃતિ પાદપૂર્તિ માટે છે. ૨૮
ટીકા ઃ
‘તેલના’ - સત્પુસ્તòપુ, ‘પૂનના’ - પુષ્પવસ્ત્રાવિમિઃ, ‘વાન’ - પુસ્તજારેઃ, ‘શ્રવળ’ - વ્યાધ્યાનસ્ય, ‘વાઘના’- સ્વયમેવાસ્ય, ‘પ્રદ:' - વિધિપ્રદળ ગત્યેવ, ‘પ્રાશના’ - વૃદ્દીતસ્ય મળ્યેષુ, ‘અથ स्वाध्यायो' वाचनादिः अस्यैव, 'चिन्तना' ग्रन्थार्थतः अस्यैव, 'भावनेति च' एतद्गोचरैव योगबीजमिति યોગઃ ।।૨૮।।
ટીકાર્ય ઃ
‘તેવના’ યોગવીમતિ જો ।। સત્પુસ્તકોના વિષયમાં લેખતા, પુષ્પ-વસ્ત્રાદિ દ્વારા પૂજના, પુસ્તકાદિનું દાન, વ્યાખ્યાનનું શ્રવણ, વાચના=સ્વયં જ આ પુસ્તકનું વાંચન, ઉગ્રહ=આવું જ અર્થાત્ સત્શાસ્ત્રના અર્થનું જ વિધિપૂર્વક ગ્રહણ, પ્રકાશના=ગૃહીત એવા અર્થનું ભવ્ય જીવોમાં પ્રકાશન, આનો જ=સત્શાસ્ત્રનો જ, વાચનાદિ સ્વાધ્યાય, આની જ=સત્શાસ્ત્રની જ ગ્રંથના અર્થની ચિંતના અને આના વિષયવાળી જ=સત્શાસ્ત્રના વિષયવાળી જ, ‘ભાવના યોગબીજ છે’ એ પ્રમાણે સંબંધ છે.
* ‘પુષ્પવસ્ત્રાવિ’ માં ‘વિ’ પદથી સુવર્ણનું ગ્રહણ કરવું.
* ‘પુસ્ત’િ માં ‘અવિ' પદથી તાડપત્રી, શાહીનું ગ્રહણ કરવું.
♦ ‘વાવ’િ માં ‘વિ’ પદથી પૃચ્છના, પરાવર્તનાનું ગ્રહણ કરવું. II૨૮॥
ભાવાર્થ:
પૂર્વ ગાથામાં કહ્યું કે વિધિપૂર્વક લેખનાદિ યોગબીજ છે. તે સર્વ યોગબીજોને પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે :
સર્વજ્ઞોએ કહેલા પદાર્થોને કહેનારાં સત્પુસ્તકોના વિષયમાં કોઈની પાસે લેખના કરાવવામાં આવે તે યોગબીજ છે. આ લેખનાદિ પ્રવૃત્તિ આલોકની કે પરલોકની આશંસા વગર કેવલ ‘આ સર્વજ્ઞનું વચન જગતમાં પરમ હિતનું કારણ છે, માટે તેનું લેખન કરાવવાથી યોગ્ય જીવોને તેનાથી હિતની પ્રાપ્તિ થાય તેનો મને લાભ મળે. તેવા શુદ્ધ આશયથી મિત્રાદ્દષ્ટિવાળા યોગી લેખન કરાવતા હોય ત્યારે તે લેખના યોગબીજ બને.