SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨પ પ્રધાનપણું છે, કે જે ક્ષયોપશમભાવમાં વીતરાગના ગુણોમાં ચિત્ત ઉપયુક્ત હોય છે, અને તે ઉપયોગકાળમાં કોઈ સંજ્ઞાનો પ્રવેશ નથી અને કોઈ ફલની અભિસંધિ નથી. આશય એ છે કે અપ્રમત્તમુનિ પણ બે પ્રકારના છે : એક વીતરાગ થઈ ચૂકેલા અગિયારમા અને બારમા ગુણસ્થાનકમાં રહેલા, અને બીજા અપ્રમત્ત તિઓ ૭મા આદિ ગુણસ્થાનકમાં છે. ૭મા આદિ ગુણસ્થાનકમાં રાગાદિનો સર્વથા ઉચ્છેદ નથીતેથી તે સર્વ યતિઓ સરાગ યતિ છે, તોપણ તેઓ અપ્રમત્તદશામાં વર્તે છે ત્યારે, તેઓનો ઉપયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં લેશ પણ પ્રતિબંધવાળો નથી. તેથી સરાગદશામાં હોવા છતાં તેનો ઉપયોગ રાગાદિના સ્પર્શ વગરનો વર્તે છે. તે રીતે યોગની પહેલી દૃષ્ટિવાળા જીવો પણ યોગી પાસેથી વીતરાગનું સ્વરૂપ સાંભળીને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવવાળા થયેલા હોય અને વીતરાગને નમસ્કારાદિ ક્રિયા કરતા હોય, તે વખતે પોતાના બોધને અનુસાર વીતરાગના ગુણોમાં ઉપયોગ વર્તતો હોય, તે ઉપયોગ સહવર્તી કોઈ સંજ્ઞા પ્રવર્તતી ન હોય, કે કોઈ ફલની અભિસંધિ ન હોય, ત્યારે તેમનું ચિત્ત વીતરાગભાવમાં જ ઉપયુક્ત છે અર્થાત્ રાગાદિ ન સ્પર્શે તે રીતે વીતરાગના ગુણોમાં ઉપયુક્ત છે. તેથી જેમ સરાગ એવા અપ્રમત્તયતિ વીતરાગભાવના ઉપયોગવાળા છે, તેમ પહેલી દૃષ્ટિવાળા પણ આ રીતે વીતરાગભાવના ઉપયોગવાળા છે. ફક્ત આદ્ય ભૂમિકાવાળું, રાગાદિના સ્પર્શ વગરનું વીતરાગભાવ તરફ જતું પહેલી દૃષ્ટિવાળા યોગીનું ચિત્ત છે, અને ઉપરની ભૂમિકાવાળું વીતરાગભાવ તરફ જતું સરાગ એવા અપ્રમત્તયતિનું ચિત્ત અપ્રમત્તદશાકાળમાં છે. પહેલી યોગદૃષ્ટિવાળાને યોગબીજ કાળમાં વીતરાગભાવકલ્પ ચિત્ત છે, તે બતાવવા માટે સાક્ષીપાઠ આપે છે. તેનો ભાવ આ પ્રમાણે છે : યોગબીજચિત્ત :૧. ભવસમુદ્રમાં ડૂબેલા એવા જીવને ઈષત્ ઉન્મજ્જનના યત્નરૂપ યોગબીજચિત્ત છે. આશય એ છે કે આ જીવ અત્યાર સુધી સંસારરૂપ સમુદ્રમાં ડૂબેલો હતો, અને સંસારસમુદ્રમાંથી લેશ પણ બહાર નીકળે તેવું તેનું ચિત્ત ન હતું, પરંતુ જીવને યોગની પહેલી દૃષ્ટિ આવે છે ત્યારે વીતરાગને કંઈક વીતરાગરૂપે ઓળખે છે, તે અવસ્થા તેને સારભૂત લાગે છે, અને તેને કારણે વીતરાગની ભક્તિમાં ઉપયોગવાળો હોય છે ત્યારે સંજ્ઞાના વિધ્વંભણથી અન્વિત અને ફલઅભિસંધિથી રહિત એવું તેનું ચિત્ત વીતરાગભાવમાં પ્રવર્તે છે. તે ચિત્ત યોગના બીજને ગ્રહણ કરનારું છે, અને આ ચિત્ત સંસારસમુદ્રમાંથી કંઈક બહાર નીકળવાના યત્ન સ્વરૂપ છે. ૨. વળી આ યોગબીજચિત્ત જીવની અનાદિકાળથી વધતી ભવપરંપરાને ચલાવનાર જે શક્તિ છે, તેને અતિશય શિથિલ કરનાર છે. આશય એ છે કે અનાદિકાળથી જીવનો જ્ઞાનનો ઉપયોગ અને વીર્યનું પ્રવર્તન સંસારના પ્રવાહને જિવાડે તે રીતે વર્તતાં હતાં. હવે જિનમાં કુશલચિત્ત થાય છે ત્યારે, સંસારના પ્રવાહને ચલાવે તેવી જ્ઞાનશક્તિ અને
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy