SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨પ જવા માટે પ્રતિબંધક બને છે. તેમ કોઈને પણ યોગમાર્ગનો બલવાન રાગ હોય અને ભગવાન પ્રત્યે ભક્તિ હોય, આમ છતાં પરલોકના ફળનો અભિલાષ ઉપયોગમાં સહવર્તી હોય, તો તે ભક્તિનો ઉપયોગ પણ આગળના સ્થાનમાં જવામાં અટકાયતરૂપ છે, તેથી સુંદર નથી. અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં કહે છે - પ્રવધૂતી વ - અત્યંત ઉપાદેયબુદ્ધિપૂર્વક, સંજ્ઞાવિષ્ક્રમણથી અન્વિત અને ફળઅભિસંધિરહિત એવું જ અનુષ્ઠાન યોગનિષ્પાદક છે, માટે તેને યોગબીજ કહેલ છે અન્યને નહિ. તેમાં દૃષ્ટાંત બતાવે છે કે અશાલિના બીજથી ઘણા કાળ સુધી પ્રયત્ન કરવામાં આવે તોપણ શાલિનો અંકુરો થતો નથી, તે રીતે જેનું જિનકુશલચિત્તાદિ સંજ્ઞાવિખંભણઅન્વિત અને ફળઅભિસંધિરહિત નથી, તેનાથી ક્યારેય પણ યોગની નિષ્પત્તિ થતી નથી. માટે સંજ્ઞાવિખંભણથી યુક્ત અને ફળઅભિસંધિરહિત એવું જિનકુશલચિત્ત જ યોગનું બીજ બની શકે, અન્ય નહિ. ટીકા : एतत्त्वभिन्नग्रन्थेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्येन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सरागस्यैव वीतरागभावकल्पम् । यथाहुर्योगाचार्या: - “योगबीजचित्तं भवसमुद्रनिमग्नस्येषदुन्मज्जनाभोगः तच्छक्त्यतिशयशैथिल्यकारी प्रकृतेः प्रथमविप्रियेक्षा तदाकूतकारिणीमुज्जासमागमोपायनचेतस्तदुचितचिन्तासमावेशकृद् ग्रन्थिपर्वतपरमवज्रं नियमात्तभेदकारि भवचारकपलायनकालघण्टा तदपसारकारिणी समासेने" त्यादि । अत: 'संशुद्धं ह्येतदीद्दशम्' एतदिति जिनकुशलचित्तादि, एतच्च तथाविधकालादिभावेन तत्तत्स्वभावतया फलपाकारम्भसदृशमिति ।।२५।। ટીકાર્ચ - તત્ત્વ .... સંસ્કૃતિ | આકજિનમાં કુશલચિત, વળી અભિન્નગ્રંથિને પણ=ગ્રંથિભેદ નથી કર્યો એવા પહેલી દષ્ટિવાળાને પણ, ત્યારે યોગબીજ ગ્રહણ કરે છે ત્યારે, આવું= સંજ્ઞાવિષ્ઠભણાવિત અને ફળઅભિસંધિરહિત એવું, સરાગી જ એવા અપ્રમત્તયતિના વીતરાગભાવ જેવું, થાય છે; કેમ કે ચરમયથાપ્રવૃત્તિકરણના સામર્થ્યને કારણે તેવા પ્રકારના ક્ષયોપશમનું સારપણું છે ભગવાનની ભક્તિના કાળમાં કોઈ સંજ્ઞા ત પ્રવર્તે અને ફળની અભિસંધિ ત પ્રવર્તે, તેવા પ્રકારના ક્ષયોપશમનું પ્રધાનપણું છે. અભિન્નગ્રંથિને પણ આવું સંશુદ્ધચિત્ત થાય છે, તેમાં સાક્ષી આપે છે : જે પ્રમાણે આગળ કહેવાય છે તે પ્રમાણે, યોગાચાર્યો કહે છે : (૧) યોગબીજચિત ભવસમુદ્રમાં નિમગ્નનું ઈષદ્ ઉત્મજ્જનના આભોગવાળું છે ઈષત્ ઉન્મજ્જતના યત્વવાળું છે, (૨) તેની શક્તિને અતિશય શિથિલકારી છે=ભવતી શક્તિને અતિશય શિથિલ કરનાર છે, (૩) પ્રકૃતિની પ્રથમ વિપ્રિયંક્ષા છે પુરુષને અભિભવ કરનાર જે પ્રકૃતિ છે તેને પ્રથમ વિપ્રિયરૂપે જોનાર છે, (૪) તાતાર ૩Mીસન્- પ્રકૃતિના આશયને કરનાર પ્રવૃત્તિનો નાશ કરનાર છે, (૫) મા મોપાયન9ત: - આગમને અનુસરતારું ચિત્ત છે. (૬) સચિવત્તાસમાવેશવૃત્ - આગમતા પરમાર્થને જાણવાની ઉચિત ચિંતાના
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy