________________
૯૨
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯
ટીકાર્ય :
‘પ્રતિપાતયુતા' ... માવતિ | પ્રતિપાતયુક્ત=ભ્રંશયુક્ત, મિત્રાદિરૂપ આદ્ય ચાર દૃષ્ટિઓ છે. આટલા શ્લોકના કથનનું તાત્પર્ય ટીકામાં સ્પષ્ટ કરે છે ? અને આ જ પહેલી ચાર દૃષ્ટિઓ જ, પ્રતિપાતયુક્ત પણ છે; કેમ કે તે પ્રકારના કર્મનું ચિત્ર છે=પ્રથમની ચાર દૃષ્ટિઓમાં યોગની નિષ્પત્તિના કારણભૂત એવા ક્ષયોપશમભાવવાળા કર્મનું તે પ્રકારનું ચિત્ર છે, જેથી પ્રગટ થયેલી દષ્ટિઓનો પાત પણ થાય; પરંતુ પ્રતિપાતયુક્ત જ નથી=પહેલી ચાર દષ્ટિઓ પાત જ પામે તેવી નથી; કેમ કે તે ચાર દૃષ્ટિથી તેની ઉત્તરનો ભાવ છે તેની ઉત્તરની દષ્ટિનો આવિર્ભાવ છે.
તિ' શબ્દ “આદ્ય ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે" એ પ્રકારના શ્લોકના અંશના તાત્પર્યની સમાપ્તિ માટે છે.
‘તા ' માં 'પ' શબ્દ ‘' કાર અર્થમાં છે. તેનાથી એ કહેવું છે કે આ ચાર દૃષ્ટિ જ પ્રતિપાતયુક્ત છે, પાછળની ચાર દષ્ટિ નહિ.
‘પ્રતિપાતયુતા મા' માં ‘પ' શબ્દથી એ કહેવું છે કે આ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતવાળી પણ છે અર્થાત્ કોઈક જીવની અપેક્ષાએ અપ્રતિપાતવાળી છે, તો કોઈક જીવની અપેક્ષાએ પ્રતિપાતવાળી પણ છે. ભાવાર્થ :
આઠ દૃષ્ટિઓમાંથી પ્રથમની ચાર દૃષ્ટિઓ ક્ષયોપશમભાવવાળી હોવાથી ભ્રંશ પામે તેવી છે; કેમ કે ઉત્કટ એવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી ઉપભ્રંહિત એવા જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થયેલી પહેલી ચાર દષ્ટિઓ છે, અને ક્ષયોપશમભાવનું કર્મ તેવા પ્રકારનું વિચિત્ર છે કે વિઘાતક સામગ્રી મળે તો ઔદયિકભાવરૂપે વિપાકમાં આવે.
આ પ્રકારના કથનથી કોઈને શંકા થાય છે તો પછી આ ચાર દૃષ્ટિઓ આવ્યા પછી ભ્રંશ પામે છે કે નથી પણ પામતી ?
તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે પ્રતિપાતયુક્ત જ નથી; કેમ કે ઉત્કટ એવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી પ્રગટ થયેલા જ્ઞાનરૂપ પહેલી ચાર દૃષ્ટિઓથી સ્થિરાદિ દૃષ્ટિઓ પણ પ્રગટ થાય છે. માટે કોઈક જીવને પ્રગટ થયેલી મિત્રાદિ દૃષ્ટિઓ પાતની સામગ્રી મળતાં પાત પણ પામે છે, તો કોઈક જીવને સ્થિરાદિ દૃષ્ટિઓનું કારણ પણ બને છે. ઉત્થાન :
પૂર્વમાં પ્રથમ ચાર દૃષ્ટિઓ પ્રતિપાતયુક્ત છે તેમ બતાવ્યું. હવે ઉત્તરની ચાર દૃષ્ટિઓ કેવી છે તે, તેમ જ પહેલી ચાર દૃષ્ટિઓ સાપાય છે અને પાછળની કેમ નથી, તે બાકીના શ્લોકના ભાગની ટીકા બતાવે છે –