SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ GO યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૮ બ્લોક : इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु, भूयांस: सूक्ष्मभेदतः ।।१८।। અન્વયાર્થ: =અને ઘં આEયોગદૃષ્ટિ સામાન્ચન=સામાન્યરૂપે સાવર પામે–આવરણના અાગમના ભેદથી અષ્ટવિવા=આઠ પ્રકારવાળી મૃતઃકહેવાઈ છે. તું-વળી સૂમેત =સૂક્ષ્મ ભેદથી (દૃષ્ટ: સદ્દષ્ટિતા) મૂથો વિશેષ =ઘણા ભેદો છે. ૧૮ શ્લોકાર્થ : અને આ યોગદષ્ટિ સામાન્યરૂપે આવરણના અપગમના ભેદથી આઠ પ્રકારવાળી કહેવાઈ છે. વળી સૂક્ષ્મ ભેદથી સદ્દષ્ટિના ઘણા ભેદો છે. ll૧૮ll ટીકા : 'इयं च' अनन्तरोदितलक्षणा दृष्टि: 'आवरणापायभेदाद्' आवरणापगमभेदेन, परिस्थूरनीत्या 'अष्टविधा स्मृता' पूर्वाचार्य: सामान्येन' - सूक्ष्मेक्षिकामनादृत्य विशेषास्तु'-भेदा: पुनः सदृष्टे भूयांस:'= अतिबहवः, 'सूक्ष्मभेदतो' ऽनन्तभेदत्वाद्दर्शनादीनां मिथाषट्स्थानपतितत्वाभिधानादिति ।।१८।। ટીકાર્ય - રૂ ૨' ..... ખાનિિત અને આ=અનંતર કહેવાયેલા લક્ષણવાળી દૃષ્ટિ, સૂક્ષ્મ અવલોકનનો અનાદર કરીને સામાન્ય રીતે પૂલ નીતિથી આવરણના અપાયના ભેદથી=આવરણના અપગમતા ભેદથી, પૂર્વાચાર્યો વડે આઠ પ્રકારવાળી કહેવાઈ છે. વળી સદ્દષ્ટિના વિશેષા=ભેદો સૂક્ષ્મ ભેદથી ઘણા છે; કેમ કે દર્શનાદિના અનંત ભેદો છે. તેમાં હેતુ કહે છે : દર્શનાદિના ભેદોમાં પરસ્પર ષસ્થાનપતિતત્વનું અભિધાન છે. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. II૧૮II ભાવાર્થ : યોગમાર્ગ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરિણતિરૂપ છે, અને આ યોગમાર્ગ આઠ દૃષ્ટિઓમાં સ્થૂલથી વિભક્ત છે, અને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો દર્શનમોહનીય, ચારિત્રમોહનીય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના ભેદથી દૃષ્ટિના અનંત ભેદો પણ થાય છે; કેમ કે શાસ્ત્રકારોએ યોગીઓનો બોધ પરસ્પર છે સ્થાનપતિત કહ્યો છે. તેથી કોઈ યોગીને રત્નત્રયીની જે શુદ્ધિ વર્તતી હોય તેના કરતાં અન્ય યોગીને અનંતગુણશુદ્ધિ હોઈ શકે છે. માટે રત્નત્રયીના અવાંતર ભેદો અનંત હોવાથી દૃષ્ટિના પણ અનંત ભેદો છે. II૧૮II
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy