SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ce યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭ છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થો કેવલ સર્વજ્ઞ કેવલજ્ઞાનથી જુએ છે. છદ્મસ્થો તો અતીન્દ્રિય પદાર્થોને સર્વજ્ઞના વચનથી જાણીને યુક્તિ અને અનુભવથી તેનો નિર્ણય કરી શકે છે. માટે આપ્તવચનઅનુસાર શ્રદ્ધા તે સશ્રદ્ધા છે. ટીકામાં સત્પ્રવૃત્તિપદાવહનો અર્થ કર્યો, શાસ્ત્રઅવિરુદ્ધ પ્રવૃત્તિના પદને વહન કરનાર છે; અને તેનો અર્થ કર્યો કે અવેદ્યસંવેદ્યપદના પરિત્યાગ દ્વારા વેદ્યસંવેદ્યપદનો પ્રાપક છે. તેનો અર્થ એ છે કે વેદ્ય એટલે વેદવા યોગ્ય એવા સંસારવર્તી દેખાતા પદાર્થો, તે પદાર્થો જે રીતે વેદવા યોગ્ય છે, તે રીતે જે પદમાં સંવેદન થાય તે વેદ્યસંવેદ્યપદ. સંસારવર્તી પદાર્થો જીવ માટે જે રીતે વેદવા યોગ્ય છે, તે રીતે સંવેદન સમ્યગ્દષ્ટિ જીવને થાય છે, તેથી બોધની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને વેદ્યસંવેદ્યપદ હોય છે. વળી પરિપૂર્ણ યથાર્થ સંવેદન સંપૂર્ણ મોહ વગરના મહાત્માને થાય છે; કેમ કે સંસારવર્તી પદાર્થો જે રીતે વેદન ક૨વા યોગ્ય છે, તેનાથી વિપરીત રીતે સંવેદન મોહના ઉદયથી થાય છે. આથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ બોધની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને છે, અને પરિપૂર્ણ યથાર્થ સંવેદનની અપેક્ષાએ વીતરાગને છે. વળી શાસ્ત્રવચનો જગતના પદાર્થો જે રીતે છે તે રીતે બતાવે છે અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાનું કહે છે. તેથી શાસ્ત્રઅવિરુદ્ધ પ્રવૃત્તિ જે સાધક કરે છે, તે અવેઘસંવેદ્યપદના પરિત્યાગ દ્વારા વેદ્યસંવેદ્યપદને પ્રાપ્ત કરે છે. તે અપેક્ષાએ આ આઠે દૃષ્ટિઓ પણ સ્વસ્વબોધ અનુસાર શાસ્ત્ર પ્રત્યેની રુચિ પેદા કરાવીને શાસ્ત્રાનુસારી ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. તેથી આઠે દૃષ્ટિઓને વેદ્યસંવેદ્યપદની પ્રાપક કહેલ છે. ઉત્થાન : શ્લોકમાં દૃષ્ટિનું લક્ષણ કરતાં કહ્યું કે દૃષ્ટિ અસત્ પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્ પ્રવૃત્તિના પદને લાવનાર સત્પ્રદ્ધાસંગત બોધ છે, અને સત્પ્રવૃત્તિપદાવહનો અર્થ કર્યો કે વેદ્યસંવેદ્યપદપ્રાપક. ત્યાં પ્રશ્ન થાય કે પ્રથમની ચાર દૃષ્ટિ વેદ્યસંવેદ્યપદપ્રાપક છે, પરંતુ પાછળની ચાર દૃષ્ટિ તો વેદ્યસંવેદ્યપદરૂપ છે. તેથી તે લક્ષણ પાછળની ચાર દૃષ્ટિમાં ઘટશે નહિ. તેના સમાધાનરૂપે કહે છે ટીકા ઃ वेद्यसंवेद्यपदरूपत्वेऽपि स्थिरादिदृष्टीनां सामान्यलक्षणत्वादस्य, एवमप्यदोष इति । ટીકાર્ય ઃ वेद्यसंवेद्य રોષ કૃતિ । સ્થિરાદિ દૃષ્ટિઓનું વેધસંવેદ્યરૂપપણું હોવા છતાં પણ આનું=દૃષ્ટિનું, સામાન્યલક્ષણપણું હોવાને કારણે, આ રીતે પણ=સ્થિરાદિ દૃષ્ટિ વેદ્યસંવેદ્યપદરૂપ છે, છતાં વેદ્યસંવેદ્યપદપ્રાપક કહી એ રીતે પણ, દોષ નથી. ‘કૃતિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે. ભાવાર્થ: પ્રથમની ચાર દૃષ્ટિઓ વેઘસંવેદ્યપદપ્રાપક છે. માટે પ્રસ્તુત શ્લોકમાં કરેલ લક્ષણ પ્રથમની ચાર દૃષ્ટિમાં સંગત થાય છે; તોપણ પાછળની ચાર દૃષ્ટિમાં પ્રથમની ચાર દૃષ્ટિના કાર્યરૂપે વેદ્યસંવેદ્યપદ વિદ્યમાન છે. તેથી પ્રાપક નહિ હોવા છતાં દૃષ્ટિનું સામાન્ય લક્ષણ કરેલ હોવાથી દોષ નથી; કેમ કે પ્રથમની ચાર દૃષ્ટિ
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy