________________
૮૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬-૧૭
વળી, જેમ ભગવાન પતંજલિઋષિને આઠ યોગાંગથી યોગમાર્ગના આઠ ભેદો માન્ય છે, તેમ ભદંત ભાસ્કરબંધુને યોગમાર્ગની પ્રવૃત્તિમાં ખેદ, ઉદ્વેગાદિ આઠ દોષોના વર્જનથી થતી યોગમાર્ગની પ્રવૃત્તિ, યોગની આઠ ભૂમિકારૂપે માન્ય છે. તેથી એ ફલિત થયું કે યોગમાર્ગની પ્રવૃત્તિમાં પ્રતિબંધક એક એક દોષના વિગમનથી ઉપર ઉપરના યોગની ભૂમિકા આવે છે, અને આઠ દોષોના વિગમનથી યોગમાર્ગની પ્રવૃત્તિ સુસ્થિત થાય છે. માટે પણ યોગમાર્ગના આઠ ભેદો છે.'
વળી ભગવાન દત્તાદિ ઋષિઓ અષાદિ ગુણોની નિષ્પત્તિ દ્વારા તત્ત્વના વિષયમાં આઠ પ્રકારની પ્રવૃત્તિ માને છે. તેથી ભગવાન દત્તાદિના મતાનુસારે પણ યોગમાર્ગની આઠ ભૂમિકાઓ સ્વીકૃત થાય છે અને ગ્રંથકાર પણ આ ત્રણે મતો યુક્તિયુક્ત જણાવાથી સર્વજ્ઞના વચન અનુસાર છે તેમ સ્વીકારીને, આગળમાં દરેક દૃષ્ટિમાં એક યોગાંગ, એક ખેદાદિ દોષનો પરિહાર અને એક અદ્વેષાદિ ગુણની નિષ્પત્તિ બતાવીને યોગની દૃષ્ટિઓ આઠ છે, તેમ વિસ્તારથી બતાવશે. તેથી એ ફલિત થાય કે જૈનદર્શનને માન્ય એવો યોગમાર્ગ સર્વ યોગીઓને માન્ય છે; ફક્ત શ્લોક-૧૫ની ટીકાના અંતમાં કહ્યું તેમ સર્વથા અપરિણામી આત્મવાદમાં અને સર્વથા ક્ષણિક આત્મવાદમાં આ દૃષ્ટિઓ ઘટે નહિ. માટે યોગના અર્થી કોઈપણ દર્શનમાં રહેલા હોય અને સ્વદર્શનના વચનથી યોગને યમનિયમાદિરૂપ આઠ ભેદથી સ્વીકારતા હોય અથવા ખેદાદિ દોષના પરિહારરૂપે થતી યોગની પ્રવૃત્તિરૂપે યોગમાર્ગના આઠ ભેદો સ્વીકારતા હોય અથવા અષાદિ ગુણોની નિષ્પત્તિ દ્વારા યોગમાર્ગની આઠ ભૂમિકા સ્વીકારતા હોય, તેઓને પણ, પ્રસ્તુત ગ્રંથ યોગમાર્ગની વિશેષ દિશા બતાવવામાં ઉપકારક છે. ફક્ત મધ્યસ્થતાથી વિચારીને પરિણામી આત્મા માનવો જોઈએ અને તેવો આત્મા બતાવનાર જે દર્શન હોય તે દર્શનને સ્વીકારવાથી સાચા દર્શનની પ્રાપ્તિ થાય. ll૧૬ાા અવતરણિકા:
साम्प्रतं दृष्टिशब्दार्थाभिधानायाह - અવતરણિકાર્ય :હવે “દષ્ટિ' શબ્દના અર્થને બતાવવા માટે કહે છે –
ભાવાર્થ :
પ્રથમ શ્લોકમાં ગ્રંથકારે યોગદૃષ્ટિ કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી ગ્રંથકારને તે યોગદૃષ્ટિ સાથે સંકળાયેલ ઇચ્છાદિ ત્રણ યોગ મૃત થયા અને તે યોગદષ્ટિના બોધમાં ઉપકારક જણાયા; કેમ કે યોગદૃષ્ટિની નિષ્પત્તિમાં ઇચ્છાદિ ત્રણ યોગો કારણ છે; અને તેમ જાણી સંક્ષેપથી પણ કંઈક તે યોગોનું સ્વરૂપ બતાવ્યું, અને શ્લોક૧રમાં પ્રતિજ્ઞા કર્યા પ્રમાણે આઠ દૃષ્ટિ સાથે તે ઇચ્છાદિ ત્રણ યોગોનું જ્ઞાન કઈ રીતે ઉપકારક છે તે બતાવ્યું.
ત્યાર પછી જે દૃષ્ટિઓનું વર્ણન કરવા પ્રસ્તુત ગ્રંથનો આરંભ કર્યો છે, તેનાં અન્તર્થસંજ્ઞાવાળા=વ્યુત્પત્તિ અર્થવાળાં, આઠ નામો બતાવ્યાં. ત્યાં પ્રશ્ન થયો કે પારલૌકિક પ્રમેયમાં યોગદષ્ટિથી બોધ થાય છે કે અન્ય રીતે પણ થાય છે? તેના સમાધાનરૂપે પારલૌકિક પ્રમેયમાં ઓઘદૃષ્ટિથી થતા બોધના વ્યવચ્છેદ માટે