SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૮-૩૯ પ્રવેશ પામતું એવું ચિત્ત જેમ મધમાખીઓ મધુરાજને અનુસરે છે, તેમ ઇન્દ્રિયો પણ તે યોગીના ચિત્તને અનુસરે છે, તેથી યોગીનું ચિત્ત અને ઇન્દ્રિયો પરશરીરમાં પ્રવેશ પામે છે તેથી તે યોગી પરશરીર સાથે સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે. આશય એ છે કે આત્મા અને ચિત્ત સર્વવ્યાપી છે, પરંતુ કર્મના વશથી તે બંને નિયત શરીરમાં બંધાયેલાં છે. સમાધિના વશથી જ્યારે તે કર્મનો નાશ થાય છે, ત્યારે યોગીનું ચિત્ત અને યોગીનો આત્મા શરીરના નિયંત્રણથી મુક્ત થાય છે, અને સમાધિના વશથી યોગીને ચિત્તના પ્રચારનું જ્ઞાન થાય છે અર્થાત્ પોતાનું ચિત્ત અને પરનું ચિત્ત આ ચિત્તવા નાડીથી વહન થાય છે, અને તે ચિત્તવહા નાડી રસવતા અને પ્રાણવા નાડીઓથી વિલક્ષણ છે, એ પ્રકારનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત પોતાની ઇચ્છાનુસાર પરના શરીરમાં પ્રવેશ કરી શકે છે; અને પરશરીરમાં પ્રવેશ પામેલા એવા તે યોગીના ચિત્તને યોગીના શરીરની ઇન્દ્રિયો પણ અનુસરે છે, તેથી તે શરીરથી યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે અર્થાત્ જેમ પોતાના શરીરથી ભોગાદિ કરી શકે છે, તેમ જ અન્ય શરીરમાં યોગી પ્રવેશ કરે છે તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કરી શકે છે. યોગી અન્ય શરીરમાં પ્રવેશ કરીને તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કેમ કરી શકે છે? તેથી કહે છે – | ચિત્ત અને પુરુષ બંને વ્યાપક છે, અને ભોગના સંકોચનું કારણ કર્યુ હતું, તેથી નિયત શરીરમાં રહીને સંસારી જીવો ભોગ કરી શકે છે, અને તે ભોગના સંકોચનું કારણ એવું કર્મ સમાધિથી દૂર થયું, તેથી ચિત્ત અને પુરુષ બંને શરીરના બંધનથી સ્વતંત્ર થયા, તેથી યોગીનો આત્મા અને યોગીનું ચિત્ત સ્વતંત્ર બને છે તેથી સ્વઇચ્છાનુસાર અન્ય સર્વ શરીરોમાં તે યોગી ભોગની નિષ્પત્તિ કરી શકે છે. ll૩-૩૮ll અવતરણિકા : सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય : અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર : उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ॥३-३९॥ સૂત્રાર્થ : ઉદાનવાયુના જયથી જળ, કાદવ અને કાંટા આદિમાં અસંગ અને ઉત્ક્રાંતિ છે. 3-3ell
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy