________________
૫૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦ વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મનોજન્ય પ્રાભિજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચ ઇન્દ્રિયોના વિશેષ પ્રકારનાં જ્ઞાનો પ્રગટે છે. તે જ્ઞાનોથી તે ઇન્દ્રિયોના દિવ્ય વિષયોનું જ્ઞાન થાય છે તે બતાવે છે – (૨) શ્રાવણજ્ઞાન :
શ્રોત્રેન્દ્રિયજન્ય દિવ્યજ્ઞાન થાય ત્યારે દિવ્ય શબ્દોને યોગી જાણી શકે છે અર્થાત જે દિવ્ય શબ્દો દેવલોકમાં રહેલા દેવતા બોલતા હોય, તે શબ્દો સામાન્ય પુરુષ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ ન કરી શકે, તે શબ્દોને સાધક યોગી જાણી શકે છે. (૩) વેદનાજ્ઞાન :
સ્પર્શેન્દ્રિયજન્ય વેદનાજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય સ્પર્શના વિષયને તે યોગી જાણી શકે છે. (૪) આદર્શજ્ઞાન :
ચક્ષુરિન્દ્રિયજન્ય આદર્શજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય રૂપનું જ્ઞાન તે યોગી કરી શકે છે. (૫) આસ્વાદજ્ઞાન :
રસનેન્દ્રિયજન્ય આસ્વાદજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય રસના આસ્વાદનું જ્ઞાન થાય છે. (૬) વાર્તાજ્ઞાન :
ધ્રાણેન્દ્રિયજન્ય વાર્તાજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય ગંધનો અનુભવ થાય છે. અવતરણિકા:
एतेषां फलविशेषाणां विषयविभागमाह - અવતરણિકાર્ય :
આ ફળ વિશેષોના પાતંલયોગસૂત્ર ૩/૩૬માં કહ્યું કે પુરુષના સંયમથી પ્રતિભાદિ ફળો થાય છે એ ફળવિશેષોના વિષયવિભાગને કહે છે – સૂત્ર :
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥३-३७॥ સૂત્રાર્થ:
તેઓ પાતંજલયોગસૂત્ર 3/૩૬માં કહેલા પ્રતિભાદિ ફળો સમાધિમાં ઉપસર્ગો છે અને વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે. 13-3 ટીકા :
'त इति'-ते प्राक् प्रतिपादिताः फलविशेषाः समाधेः प्रकर्षं गच्छत उपसर्गा उपद्रवा