SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૦-૩૧ ભાવાર્થ : કંઠકૂપમાં સંયમ કરવાથી સુધા અને તૃષ્ણાનો વ્યય : કંઠકૂપમાં=ગળાના કૂપમાં, કૂપના આકાર જેવો જે ખાડો છે તે પ્રદેશમાં, સંયમ કરવાથી યોગીને સુધા અને તૃષા શાંત થાય છે; કેમ કે કંઠકૂપમાં સંયમ કરવાને કારણે ઘંટિકાની નીચે રહેલ જે સોત=પ્રવાહ, તેનું પ્લાન થવાને કારણે કંઠ ભીંજાવાને કારણે, તૃપ્તિની સિદ્ધિ થાય છે અર્થાત્ સુધા અને તૃષા શાંત થાય છે. ll૩-૩૦ના અવતરણિકા : सिद्धयन्तरमाह - અવતરણિકાર્ય : અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર : નાચાં શૈર્યમ્ ભરૂ-રા સૂત્રાર્થ : કૂર્મનાડીમાં સંયમ કરવાથી ધૈર્ય સ્થિરતા, થાય છે. ll3-૩૧TI ટીકા : 'कूर्मेति'-कण्ठकूपस्याधस्ताद्या कूर्माख्या नाडी तस्यां कृतसंयमस्य चेतसः स्थैर्यमुत्पद्यते, तत्स्थानमनुप्रविष्टस्य चञ्चलता न भवतीत्यर्थः, यदि वा कायस्य स्थैर्यमुत्पद्यते न केनचित् स्पन्दयितुं शक्यत इत्यर्थः ॥३-३१॥ ટીકાર્ય : પટકૂપ ..... રૂચ: રે કંઠકૂપના નીચે જે કૂર્મ નામની નાડી છે તેમાં કરાયેલ સંયમવાળા યોગીના ચિત્તનું ધૈર્ય ઉત્પન્ન થાય છે તે સ્થાનમાં પ્રવેશ પામેલા ચિત્તની ચંચળતા થતી નથી એ પ્રકારનો અર્થ છે અથવા કાયાનું ધૈર્ય ઉત્પન્ન થાય છે અર્થાત્ કોઈના વડે કાયાનું સ્પંદન કરવા માટે શક્ય ન બને તેવું સ્વૈર્ય-સ્થિરતા, થાય છે. ll૩-૩૧/ ભાવાર્થ : કૂર્મનાડીમાં સંચમ કરવાથી મનઃસ્થર્યની સિદ્ધિઃ કંઠકૂપની નીચે વર્તતી કૂર્મનાડીમાં સંયમ કરવાથી સાધક યોગીમાં અચપળતા થાય છે; કેમ કે કૂર્મનાડીમાં સંયમ કરવાને કારણએ મનના ધૈર્યની સિદ્ધિ છે. ૩-૩૧
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy