________________
૨૬
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૫-૧૬ પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે અને તે ક્રમસર થતા દેખાય છે, તે સર્વમાં ચિત્ત અનુગત છે અને માટી વગેરેમાં સંસ્થાન વગેરે આકારો ક્રમસર થતા દેખાય છે માટે માટી અનુગત છે તેથી ચિત્તરૂપ એકધર્મીમાં ક્રમસર અનેક ધર્મો છે અને માટીરૂપ એક ધર્મીમાં ક્રમસર અનેક ધર્મો થાય છે તે સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી પદાર્થોના પરિણામના અન્યપણાને સ્વીકારવામાં ક્રમનું અન્યપણું અનુમાપક હેતુ છે.
આશય એ છે કે માટીમાં ક્રમસર સ્થાસ, કોસ, કુશુલ વગેરે અવસ્થાઓ કોઈક સ્થાને થતી દેખાય છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે માટીરૂપ ધર્મીમાં સ્થાઓ વગેરે પરિણામોની શક્તિ છે. |૩-૧પ અવતરણિકા:
इदानीमुक्तस्य संयमस्य विषयप्रदर्शनद्वारेण सिद्धीः प्रतिपादयितुमाह - અવતરણિતાર્થ :
હવે પૂર્વમાં કહેલા સંયમના ધારણા, ધ્યાન અને સમાધિના ઐક્યરૂપ સંયમના, વિષયપ્રદર્શન દ્વારા સિદ્ધિઓને પ્રતિપાદન કરવા માટે કહે છે – સૂત્ર : __परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् ॥३-१६॥ સૂત્રાર્થ : | પરિણામ ત્રણમાં સંયમથી ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી, અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. ll૩-૧૬ll ટીકા : ___ 'परिणामेति'-धर्मलक्षणावस्थाभेदेन यत्परिणामत्रयमुक्तं तत्र संयमात् तस्मिन् विषये पूर्वोक्तसंयमस्य करणादतीतानागतज्ञानं योगिनः समाधेराविर्भवति । इदमत्र तात्पर्यम्अस्मिन् धर्मिणि अयं धर्म इदं लक्षणमियमवस्था चानागतादध्वनः समेत्य वर्तमानेऽध्वनि स्वं व्यापारं विधायातीतमध्वानं प्रविशतीत्येवं परिहृतविक्षेपतया यदा संयमं करोति तदा यत्किञ्चिदनुत्पन्नमतिक्रान्तं वा तत्सर्वं योगी जानाति, यतश्चित्तस्य शुद्धसत्त्वप्रकाशरूपत्वात् सर्वार्थग्रहणसामर्थ्यमविद्यादिभिर्विक्षेपैरपक्रियते, यदा तु तैस्तैरूपायैर्विक्षेपा: परिहियन्ते तदा निवृत्तमलस्येवाऽऽदर्शस्य सर्वार्थग्रहणसामर्थ्यमेकाग्रता बलादाविर्भवति ॥३-१६॥