SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૧૪-૧૫ ભાવાર્થ : ધર્મીનું સ્વરૂપ : શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એવા ધર્મોમાં અનુસરનાર ધર્મી : રૂચકઆકારરૂપે=હારઆકારરૂપે, રહેલા ધર્મના પરિત્યાગથી સ્વસ્તિકરૂપ=પેંડલરૂપ આકારને પામે તે બંને આકારમાં સુવર્ણરૂપ અનુવર્તમાન સુવર્ણ છે, તેથી સુવર્ણધર્મી છે અને રુચકઆકાર અને સ્વસ્તિકઆકાર ધર્મ છે. વળી, સુવર્ણમાં જે આકા૨ો સંભવી શકે તે સર્વ આકારો યથાયોગ્ય સર્વાત્મકત્વના વ્યપદેશને પામતા અવ્યપદેશ્ય ધર્મો છે; કેમ કે તે આકારરૂપે સુવર્ણ બન્યું નથી, તેથી જે આકાર પૂર્વમાં હોય તે આકાર શાંત થાય છે અને જે આકાર વર્તમાનમાં ઉત્પન્ન થાય છે તે ઉદિત થાય છે અને જે આકારો તેમાં થઈ શકે તેવા હોય છતાં કરાયા ન હોય તે અવ્યપદેશ્ય ધર્મો છે અને તે સર્વમાં અન્વયિ એવું સુવર્ણ ધર્મી છે. ચલગુણવૃત્તિધર્મોનું વિશેષ સ્વરૂ૫ ૨૪મી સદૃષ્ટિદ્વાત્રિંશિકાના શ્લોક-૨૪ના ભાવાર્થમાં જોવું (સદ્દષ્ટિદ્વાંત્રિશિકા શબ્દશઃ વિવેચન ‘ગીતાર્થગંગા'થી પ્રકાશિત, પેજ-૮૫.) અવતરણિકા : एकस्य धर्मिणः कथमनेके परिणामा इत्याशङ्कामपनेतुमाह - અવતરણિકા : એક ધર્મીના અનેક પરિણામો કેવી રીતે હોઈ શકે ? એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે ક્લે છે સૂત્રઃ क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ॥३ - १५ ॥ સૂત્રાર્થ : ક્રમનું અન્યપણું=ધર્મોના ક્રમનું અન્યપણું, પરિણામના અન્યપણામાં હેતુ છે=અનુમાપક હેતુ છે. II૩-૧૫॥ ટીકા : 'क्रमान्यत्वमिति'-धर्माणामुक्तलक्षणानां यः क्रमस्तस्य यत्प्रतिक्षणमन्यत्वं परिदृश्यमानं तत् परिणामस्योक्तलक्षणस्यान्यत्वे - नानाविधत्वे हेतुर्लिङ्गं ज्ञापकं भवति । अयमर्थः योऽयं नियतः क्रमो मृच्चूर्णान् मृत्पिण्डस्ततः कपालानि तेभ्यश्च घट इत्येवंरूपः परिदृश्यमानः परिणामस्यान्यत्वमावेदयति, तस्मिन्नेव धर्मिणि यो लक्षणपरिणामस्यावस्थापरिणामस्य वा
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy