________________
૧૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦-૧૧ ભાવાર્થ : નિરોધપરિણામનું ફળ :
જે યોગીઓ વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ કરીને નિરોધને સંસ્કારોનો પ્રાદુર્ભાવ થાય તેવો યત્ન કરે છે તેવા યોગીઓનું ચિત્ત પ્રશાંતવાહિતાવાળું બને છે અર્થાત્ બાહ્ય પદાર્થોના વિક્ષેપો તેમના ચિત્તમાં વર્તતા નહિ હોવાથી લક્ષ્યરૂપે સ્થાપન કરાયેલા ધ્યેયના ભાવોને સ્પર્શે તેવા સદેશપરિણામના પ્રવાહવાળું તેમનું ચિત્ત બને છે. l૩-૧૦ની અવતરણિકા:
निरोधपरिणाममभिधाय समाधिपरिणाममाह - અવતરણિકાર્ય :
નિરોધના પરિણામને કહીને સમાધિના પરિણામને કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૯ની અવતરણિકામાં કહેલ કે, સંયમના વિષયની પરિશુદ્ધિ કરવા માટે ક્રમસર ત્રણ પરિણામોને કહે છે. તેમાં પહેલાં નિરોધના પરિણામને કહીને હવે બીજા સમાધિના પરિણામને પતંજલિઋષિ કહે છે. સૂત્ર :
सर्वार्थेकाग्रतयोः क्षयोदयौ चित्तस्य ततः पुनः समाधिपरिणामः ॥३-११॥ સૂત્રાર્થ :
વળી ત્યારપછી=ચિત્તનો નિરોઘપરિણામ પ્રગટ થયા પછી, સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય ચિત્તનો સમાધિપરિણામ છે. Il3-૧૧|| ટીકા :
'सर्वार्थेति'-सर्वार्थता चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्मः, एकस्मिन्नेवाऽऽलम्बने सदृशपरिणामितैकाग्रता, साऽपि चित्तस्य धर्मः, तयोर्यथाक्रमं क्षयोदयौ सर्वार्थतालक्षणस्य धर्मस्य क्षयोऽत्यन्ताभिभव एकाग्रतालक्षणस्य धर्मस्य प्रादुर्भावोऽभिव्यक्तिश्चित्तस्योद्रिक्तसत्त्वस्यान्वयितयाऽवस्थानं समाधिपरिणाम इत्युच्यते, पूर्वस्मात् परिणामादस्यायं विशेषः-तत्र संस्कारलक्षणयोर्धर्मयोरभिभवप्रादुर्भावौ पूर्वस्य व्युत्थानसंस्काररूपस्य न्यग्भावः, उत्तरस्य निरोधसंस्काररूपस्योद्भवोऽनभिभूतत्वेनावस्थानम्, इह