________________
૨૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ પ્રતીતિ દ્વારા પોતાનું જ્ઞાન થાય છે અને તે પ્રતીતિ દ્વારા આત્મા ગ્રાહ્ય પણ થાય છે પરંતુ કતૃત્વ અને કરણત્વનો વિરોધ છે અર્થાત્ જે કર્તા હોય તે કરણ બને નહીં. જેમ - કુંભાર ઘટનો કર્તા છે અને ઘટનું કરણ દંડ છે, તે બંને એક હોઈ શકે નહીં. તેને સાંખ્યદર્શનકાર કહે છે – વિરુદ્ધ ધર્મના અધ્યાસનું તુલ્યપણું હોવાથી અહંપ્રત્યયગ્રાહ્યપણાનો ત્યાગ કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું સંગત અને તે અધિષ્ઠાતૃપણું આત્માનું ચેતનપણુંઃ
કર્તૃત્વ અને કરણત્વનો વિરોધ છે અને કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી તે ક્યા કારણથી કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં, કેમ કે વિરુદ્ધ ધર્મનો અધ્યાસ બંનેમાં સમાન છે અર્થાત્ જેમ કુંભારમાં કર્તુત્વ છે ત્યાં કરણત્વ નથી, તેમ આત્મામાં કર્તુત્વ છે ત્યાં કર્મત્વ હોઈ શકે નહીં. આ રીતે કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ સ્થાપન કરીને પાતંજલદર્શનકાર સ્થાપન કરે છે કે અહંપ્રત્યયગ્રાહ્યપણાનો ત્યાગ કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું જ ઘટે છે અને તે અધિષ્ઠાતૃપણું આત્માનું ચેતનપણું છે.
મીમાંસકમતનો વિમર્શ કરીને પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે મીમાંસકોએ ચિતૂપ જ આત્મા સ્વીકારવો જોઈએ. હવે જૈનદર્શનની માન્યતાનો વિમર્શ કરીને જૈનદર્શનકારે પણ ચિતૂપ જ આત્મા સ્વીકારવો જોઈએ તે બતાવવા માટે રાજમાર્તડ વૃત્તિકાર કહે છે – ટીકા :
यैरपि द्रव्यबोधपर्यायभेदेनाऽऽत्मनोऽव्यापकस्य शरीरपरिमाणस्य परिणामित्वमिष्यते तेषामुत्थानपराहत एव पक्षः, परिणामित्वे चिद्रूपताहानिश्चिद्रूपताभावे किमात्मन आत्मत्वम् ? तस्मादात्मन आत्मत्वमिच्छता चिद्रूपत्वमेवाङ्गीकर्तव्यम्, तच्चाधिष्ठातृत्वमेव । ટીકાર્ય :
વૈરપિ... ધષ્ઠાતૃમેવાજે જૈનો વડે પણ દ્રવ્યના અને બોધપર્યાયના ભેદ વડે આત્મદ્રવ્યના અને બોધપર્યાયના ભેદ વડે, અવ્યાપક શરીર પ્રમાણ એવા આત્માનું પરિણામીપણું ઇચ્છાય છે તેઓનો પક્ષ ઉત્થાનથી પરાહત જ છે; કેમ કે પરિણામીપણામાં ચિદ્રુપતાની હાનિ છે અને ચિદ્રુપતાના અભાવમાં આત્માનું આત્મત્વ રહે નહીં, તેથી આત્માના આત્મત્વને ઇચ્છતા પુરુષે (આત્માનું) ચિહ્નપપણું સ્વીકારવું જોઈએ અને તે આત્માનું ચિટૂ૫૫ણું, અધિષ્ઠાતૃપણું જ છે. ભાવાર્થ : જૈનદર્શનકારવડે દ્રવ્યના અને બોધપર્યાયના ભેદથી અવ્યાપક શરીર પ્રમાણ આત્માનું પરિણામીપણું ઇચ્છાય છે તેઓનો પક્ષ ઉત્થાનથી પરાહત :
જૈનદર્શન દરેક વસ્તુને દ્રવ્ય અને પર્યાયરૂપે સ્વીકારે છે, તેમ આત્મા પણ દ્રવ્ય છે અને બોધ તેનો પર્યાય છે એમ સ્વીકારે છે અને આત્મદ્રવ્યના બોધપર્યાયનો પ્રતિક્ષણ ભેદ પ્રાપ્ત થતો હોવાથી